ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ધક્કાવાળી મેલડી મંદિર પાસે બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો: એકને છરીના ઘા ઝીકયા


SHARE











મોરબીના નવલખી રોડે ધક્કાવાળી મેલડી મંદિર પાસે બે યુવાન ઉપર ત્રણ શખ્સોનો હુમલો: એકને છરીના ઘા ઝીકયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી મંદિર પાસે રેલવેના પ્લેટફોર્મની બાજુમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘ ઝીકવામાં આવેલ છે અને બીજા યુવાનને લાકડી વડે માર મારવામાં આવ્યો છે જેથી ઈજા પામેલા બંને યુવાનને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેઓને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની રાજકોટ રેલ્વે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ભોગ બનેલા યુવાનની ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના વાવડી રોડ ઉપર આવે ગણેશનગરમાં રહેતા પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (૨૫) અને ઉમિયા ચોક પાસે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા (૨૦) ને માર મારવામાં આવ્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘા ઝીકિ દેવામાં આવેલ છે માટે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે વધુમાં જાણવા મળતી વિગતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર પાસે રાત્રે નવ વાગ્યાના અરસામાં પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી અને જીતેશભાઈ કાંતિભાઈ કાંજીયા હતા ત્યારે રેલવેના પ્લેટફોર્મની બાજુમાં ભદુ ઉર્ફે અર્જુન, પ્યારું તથા તેની સાથે આવેલ વ્યક્તિએ કોઈ કારણોસર તે બંને સાથે ઝઘડો કર્યો હતો અને ત્યારે પપ્પીભાઈને પેટ, બેઠક અને વાસાના ભાગે છરીના ઘ ઝીકવામાં આવેલ છે અને જીતેશભાઈને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તે બંને વ્યક્તિઓને ઇજા થઈ હોવાથી તેને સારવાર માટે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની રેલવે પોલીસમાં નોંધ કરીને પોલીસે ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા તોડ સમયથી મંદિરની પાસે આવારા તત્વો સતત અડિંગો જમાવીને બેસે છે અને અવાર નવાર નાના મોટી માથાકૂટ થતી હોય છે ત્યારે આ મુદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની લીલાપર ચોકડી પાસે અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ગંગારામ બીસ્તા (ઉંમર ૩૪) અને રમેશભાઈ વીરબહાદુર થાપા (ઉંમર ૨૪) નામના બે યુવાનોને ઇજાઓ થઈ હતી જેથી તેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ગંગારામ બીસ્તા અને રમેશ વીરબહાદુર થાપા હાલમાં રવાપર રોડ ઉપર ઉમા રવિ એપાર્ટમેન્ટ ખાતે હાલમાં રહે છે અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News