ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

ટંકારાની વિદ્યાર્થિની તેની લખાવટના લીધે ચર્ચામાં


SHARE











ટંકારાની વિદ્યાર્થિની તેની લખાવટના લીધે ચર્ચામાં

દરેક વ્યક્તિ એકબીજાથી કોઈને કોઈ રીતે અલગ પડતાં હોય છે. ત્યારે જો ટંકારા તાલુકા વાત કરી તો એક વિદ્યાર્થિની તેના ક્લાસમાં જ નહીં તેની શાળામાં બીજા તમામ વિદ્યાર્થી કરતાં જરા અલગ પડે છે. કેમ કે, આ વિદ્યાર્થિનીની લખવાની અનોખી રીત જોઈને સૌ કોઈ અચંબિત થઈ જાય છે. તેના પાછળનું મુખી કારણ છે તેની લખવાની સ્ટાઈલ. સામાન્ય રીતે આપણે બુકમાં આડું લખતાં હોઈએ છીએ જ્યારે આ વિદ્યાર્થિની શરૂઆતથી ઉભું લખી રહી છે.

ટંકારામાં આવેલ ન્યૂ વિઝન સ્કૂલમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીનું નામ ભોરણીયા યશવી દિનેશભાઈ છે અને ભોરણીયા યશવી હાલમાં ધો. ૮ માં અભ્યાસ કરી રહી છે. સામાન્ય રીતે આપણે બુકમાં છપાયેલી લાઈનમાં આડુ લખતાં હોઈએ છીએ. જ્યારે યશવી બુકની લાઈનમાં ઉભું લખી રહી છે. અને યશવીની બુલમાં લખવાની આ અનોખી રીતને લીધે અન્ય કરતાં અલગ છે અને અન્ય સાથી વિદ્યાર્થીઓએ તેને કોપી કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ યશવીની જેમ કોઈ વિદ્યાર્થી લખી શકતા નથી. યશવીની આ લખવાની રીત જોઈને સાથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ અચબિંત થઈ ગય છે






Latest News