ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં બીજા માળેથી પડી જતા મોત 


SHARE











મોરબીના સીરામીક યુનિટના લેબર ક્વાર્ટરમાં બીજા માળેથી પડી જતા મોત 

મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનાની અંદર આવેલ લેબર કોલોનીમાં બીજા માળેથી નીચે પડી જતા વૃદ્ધનું મોત નીપજયુ હતું જેથી પોલીસે બનાવની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે ઘુંટુ રોડ નજીક આવેલ આઇકોન સીરામીકના લેબર કોલોનીમાં બીજા માળેથી કલરચંદ મહારાજભાઈ રામ નામના ૬૧ વર્ષના વૃદ્ધ નીચે પટકાયા હતા જેથી કરીને માથા અને શરીરના ભાગે થયેલ ગંભીર ઇજાઓના લીધે તેમનું ઘટના સ્થળે મોત નિપજયુ હતું જેથી તેમના મૃતદેહને પીએમ માટે અહીંની સિવિલે ખસેડવામાં આવ્યો હતો.બનાવને પગલે સિવિલ હોસ્પિટલના ડો.આર.કે.સિંગ દ્વારા બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે કલરચંદભાઈ રામ નામના ૬૧ વર્ષના વૃદ્ધ તેમના લેબર કોલોનીના ક્વાટરમાં હતા અને ત્યારે તેમને ઉલ્ટી થતા તેઓ ઉલ્ટી કરવા માટે નીચે નમ્યા હતા ત્યારે પારાપેટ ઉપરથી નીચે પડી જતા બીજા માટે તે નીચે જમીન ઉપર પટકાયો હતો જેથી માથા તથા શરીરના ભાગે થયેલ ઇજાઓના લીધે તેઓનું મોત નીપજયુ હતું.

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશનની સામે આવેલ બૌદ્ધનગર વિસ્તારમાં રહેતો રાજેશ અમરસીભાઇ મકવાણા નામનો ૨૩ વર્ષનો યુવાન તેના ઘેર ફિનાઇલ પી જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જેથી મોરબી બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમારે તપાસ કરતા ભૂલથી ફિનાઈલ પી જતા રાજેશભાઈને સારવારમાં ખસેડાયા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જ્યારે મોરબીના વીસીપરામાં આવેલ રોહીદાસપરામાં રહેતો સંજય દીપકભાઈ સાગઠીયા નામનો ૩૦ વર્ષનો યુવાન રોહીદાસપરા વિસ્તારમાં મેઇન રોડ ઉપરથી બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તે અકસ્માતે બાઈક ઉપરથી નીચે પડી જતા તેને ઇજાઓ થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો હાલમાં બી ડિવિઝન પોલીસ મથકની હિતેશભાઈ મકવાણા બનાવની આગળની તપાસ ચલાવી રહ્યા છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો રાજુ વેરસિંગ રાઠવા નામનો ૩૫ વર્ષનો યુવાન ઝેરી દવા પી જતા તેને સારવાર માટે અહિંની સિવિલે ખસેડાયો હતો જેથી એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને બનાવની ટંકારા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના લીલાપર ગામે રહેતો મનસુખભાઈ અમરશીભાઈ બાબરીયા નામનો ૪૩ વર્ષનો યુવાનને લીલાપર રોડ ઉપર રામદેવપીરના મંદિર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે ત્યાં તેનું બાઇક સ્લીર થઇ જતા તેમને સારવાર માટે લઇ જવાયા હતા એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી






Latest News