મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વેજલપર ગામે બાળક રડતું હોય ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE







માળીયા (મી)ના વેજલપર ગામે બાળક રડતું હોય ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત

માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે વાડીએ રહેતા અન મજૂરી કામ કરતા યુવાનની પત્નીએ તેનો દીકરો રડતો હતો જેથી કરીને આ બાબતે મનોમન લાગી આવતા મહિલાએ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેઓના વતનમાં એમપી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે પરણીતાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની માળીયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત મૂળ એમપીના છોટી જામલીના રહેવાસી અને હાલમાં માળીયા મીયાણા તાલુકાના વેજલપર ગામે માવજીભાઈ પટેલની વાડીએ રહેતા અને ખેતીમાં મજૂરી કામ કરતા રાયસીંગભાઇ વસુનીયા જાતે ભીલના પત્ની સુનીબેન (૨૧) એ ઝેરી દવા પી લીધી હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે આ મહિલાને મધ્યપ્રદેશની સંજીવની હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી આ બનાવ સંદર્ભે માળીયા મીયાણા તાલુકો પોલીસ સ્ટેશને આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો નાનો દીકરો કાર્તિક વધુ પડતો રડતો હતો જે તેણીથી જોવાયેલ નહીં અને તેને મનોમન લાગી આવતા તેણે ખડમાં છાંટવાની ઝેરી દવા પી લીધી હતી જેથી પરણીતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે હાલમાં આ બનાવ સંદર્ભે માળિયા મિયાણાં તાલુકા પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરેલ છે

દેશીદારૂ

હળવદ તાલુકાના રણછોડગઢ ગામની સીમમાં આવેલ સેલાભાઈ મનજીભાઈ પાટડીયા જાતે કોળીની વાડીએ પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે ૪૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

દેશીદારૂ

મોરબી તાલુકાના જેતપર ગામની પાછળના ભાગેથી પસાર થતી નદીના કાંઠે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો ૨૦૦ લીટર આથો મળી આવ્યો હોય પોલીસે ૪૦૦ ની કિંમતમાં મુદ્દામાલને કબજે કરીને સ્થળ ઉપરથી સવસીભાઈ ગગજીભાઈ માલણીયાત જાતે દેવીપુજક (૬૬) રહે. જેતપર ગામ મફતીયાપરા વાળાની ધરપકડ કરેલ છે






Latest News