મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીના મમુદાઢી હત્યા કેસમાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે મમુદાઢીની કાર ઉપર ફાયરિંગ કરીને તેની હત્યા કરવામાં આવી હતી આ ગુનામ ચાર આરોપીઓને પકડવાના બાકી છે જે પૈકીનાં એક આરોપીને પકડવામાં આવ્યો હતો અને આં આરોપીને ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે આરોપીના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીના હત્યાના ચકચારી કેસમાં મુખ્ય આરોપીને પકડવા સહિતની દિશામાં પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ગત તા. ૮/૯/૨૦૨૧ ના રોજ કાર ઉપર ફાયરિંગ કરીને મમુદાઢીની હત્યા કરવામાં આવી હતી જે ચકચારી હત્યા કેસમાં પાછળથી પોલીસે ગુજસીટોકનો ઉમેરો કર્યો હતો અને આ ગુનામ પહેલા પોલીસે કુલ મળીને ૧૪ આરોપીને ઝડપી લીધા હતા જો કેચાર આરોપીને પકડવાના બાકી હતા તે પૈકીનાં એક આરોપીની મોરબીની લીલપર ચોકડી પાસેથી પોલીસે ધરપકડ કરી હતી અને આરોપી હુશેનશા ઉર્ફે હકો આહમદશા શાહમદાર જાતે ફકીર રહે. વજેપર મેઈન રોડ દરગાહ પાસે મોરબી વાળાને રિમાન્ડની માંગણી સાથે રાજકોટમાં આવેલ ગુજસીટોકની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને સરકારી વકીલે કરેલી દ્લિલને ધ્યાને લઈને કોર્ટે ગંભીર ગુનામાં પકડાયેલા આરોપીના ૧૪ દિવસ એટ્લે કે આગામી તા ૨૭ સુધી ના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી મોરબીના ડીવાયએસપી ઝાલાએ તેની ટીમ દ્વારા મુખ્ય આરોપી આરીફ મિર સહિત બાકીના ત્રણ આરોપીઓને પકડવા માટેની તજવીજ કરવામાં આવશે તેની સાથોસાથ જુદાજુદા મુદાઓની તપાસ કરવામાં આવશે તેવું જાણવા મળેલ છે






Latest News