મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત મોરબી આરટીઓ ઓફિસે લાયસન્સની ટ્રાય આપીને પરત જતાં યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત: બે વ્યક્તિને ઇજા મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાનનો આપઘાત: સર્વોદય હોટલના ગ્રાઉન્ડમાં ઊભેલા ટ્રકની કેબિનમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો મોરબી શહેર-તાલુકા અને હળવદના ટીકર ગામે જુગારની 4 રેડમાં 3 મહિલા સહિત કુલ 16 પકડાયા મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડથી સરદાર પટેલના સ્ટેચ્યુ સુધી તિરંગા યાત્રા યોજાશે મોરબી જિલ્લામાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અંતર્ગત નાલંદા વિદ્યાલયમાં વ્યાખ્યાનમાળા-મૌન રેલીનું આયોજન મોરબીના હળવદ ખાતે વાહન અકસ્માત, આધેડ સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ગાળા ગામે દવા પી ગયેલ વૃદ્ધા સારવારમાં


SHARE







મોરબીના ગાળા ગામે દવા પી ગયેલ વૃદ્ધા સારવારમાં

મોરબી તાલુકાના ગાળા ગામે રહેતા વૃદ્ધા ઝેરી દવા પી જતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા  મોરબી તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ ગાળા ગામના રહેવાસી શાંતાબેન અમરસીભાઈ દલસાણીયા નામના ૭૫ વર્ષના વૃદ્ધા તેમના ઘેર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી ગયા હતા જેથી કરીને તેમના દીકરા દિનેશભાઈ દલસાણીયા દ્વારા તેમને અત્રેની મંગલમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા હાલ બેભાન હાલતમાં શાંતાબેન દલસાણીયાને અત્રેની મંગલમ હોસ્પિટલએ સારવારમાં લાવવામાં આવ્યા છે.જેથી તાલુકા પોલીસ દ્વારા બનાવની નોંધ કરવામાં આવી છે જેની તપાસ વિજયભાઇ ડાંગર ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના આલાપ રોડ ઉપર આવેલ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા જબુબેન પ્રેમજીભાઈ વડસોલા નામના ૭૩ વર્ષીય વૃદ્ધા આલાપ રોડ ઉપર આવેલ પટેલનગરના ખૂણા પાસેથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટ લેતા જબુબેન વડસોલાને પણ સારવારમાં ખસેડાયા હતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

કામ દરમિયાન ઇજા થતા યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા નવા ઢુવા પાસેના વરમોરા ગ્રેનાઈટો નામના કારખાનામાં કામ દરમિયાન મજૂર યુવાનને ઇજા પહોંચી હતી જેથી કરીને ગણપતસિંહ ભુપેન્દ્રસિંહ ચાવડા નામના ૩૧ વર્ષના યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે હાલ રાજકોટ લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે જે અંગે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા પાસેના રોહીદાસપરા વિસ્તારમાં સામસામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં બે મિત્રો દ્વારા એકબીજાને દુકાનેથી બિસ્કીટ લાવવા માટેની વાતચીત દરમિયાનમાં થયેલ ઝઘડા બાદ બંને વચ્ચે સામસામે મારામારી થઈ હતી જેમાં જયસુખ કરશનભાઇ સાવરીયા (૨૫) અને પુરુષોત્તમ હીરાભાઇ ચાવડા (૩૯) નામના બે યુવાનોને ઈજા પહોંચતા સિવિલે સારવારમાં ખસડાયા હતા જેથી બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News