મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા
Breaking news
Morbi Today

મોરબી સિવિલમાં દર્દીઓને સારી સારવાર માટે સામાજીક કાર્યકરોની કલેક્ટરને રજૂઆત


SHARE







મોરબી સિવિલમાં દર્દીઓને સારી સારવાર માટે સામાજીક કાર્યકરોની કલેક્ટરને રજૂઆત

મોરબીની સિવિલમાં પૂરતો સ્ટાફ ન હોવાથી દર્દીઓને સારી સારવાર આપવામાં આવતી નથી અને તમામ તબીબોની જગ્યા ભરાઈ ગઈ છે તો પણ દર્દીઓને રાજકોટ રીફર કરી દેવામાં આવેલ છે જેથી કરીને દર્દીઓને હેરાન થવું પડે છે જેથી કરીને યોગી કાર્યવાહી કરવા માટે સામાજિક કાર્યકરોએ કલેકટરને રજૂઆત કરેલ છે

મોરબી સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં આવે છે ત્યારે સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોક ખરચરીયા, જીગ્નેશ પંડ્યા અને મુસાભાઇ બ્લોચ દ્વારા કલેકટર અને સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડેન્ટ અને મેડિકલ કોલેજના ડીનને રજુઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ હોવા છતાં સામાન્ય બીમારીમાં પણ દર્દીઓને રાજકોટ રીફર કરવામાં આવી રહ્યા છે જેથી કરીને દર્દીઓને મોરબીમાં જ સારી સારવાર મળે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરેલ છે અત્રે ઉલેખનીય છે કે, મોરબી સિવિલમાં ત્રણ મહિનાથી પૂરતા તબીબો હોવા છતાં દર્દીઓને રાજકોટ મોકલી આપવામાં આવે છે જેથી તેને ચેક કરવામાં આવે અને ખાસ કરીને ૨૪ કલાક એક્સરે વિભાગ ચાલુ રહે અને ઓર્થોપેડિક તેમજ ગાયનેક વિભાગ પણ રાત્રીના સમયે ડોક્ટર રહે તેવી વ્યવસ્થા કરવાની માંગ કરી છે 






Latest News