મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મ આચારનારા નરાધમોને કડક સજાની વડવાળા યુવા સંગઠન-રાજપૂત સમાજ-રાજપૂત કરણી સેનાની માંગ


SHARE







મોરબીમાં મહિલા સાથે દુષ્કર્મ આચારનારા નરાધમોને કડક સજાની વડવાળા યુવા સંગઠન-રાજપૂત સમાજ-રાજપૂત કરણી સેનાની માંગ

મોરબીના રવાપર નજીક રાત્રી સફાઈ કરતી મહિલા પર બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેમાં વડવાળા યુવા સંગઠન મોરબીએ કલેકટર આવેદન આપી આ દુષ્કર્મના હીન કૃત્યને વખોડી કાઢી પીડિતાને યોગ્ય ન્યાય આપવા તેમજ બન્ને નરાધમોને આકરી સજા કરવાની માંગ ઉઠાવી છે.

વડવાળા યુવા સંગઠન મોરબીએ જિલ્લા કલેકટર આવેદન આપીને જણાવ્યું હતું કે, રવાપર ગામ પાસે થોડા દિવસ પહેલા રાત્રી સફાઈ કરતી એક આધેડ વયની મહિલાને બે નરાધમોએ હવસનો શિકાર બનાવી હતી. જેમાં બન્ને નરાધમો મહિલાને બળજબરીથી કારમાં અપહરણ કરી  જઈને હેવાનીયતભર્યું દુષ્કૃત્ય આચર્યું હતું એટલું જ નહીં મહિલાને ઢોર માર માર્યો હતો. જો કે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. પણ રાત્રી સફાઈ કરતી મહિલા ઉપર આવું અધમ કૃત્ય આચરવું તે ઘણું જ શરમજનક કૃત્ય છે. આથી આ ધૃણાસ્પદ ઘટનાને વખોડી કાઢી પીડિતાને યોગ્ય ન્યાય આપવા તેમજ બન્ને નરાધમોને આકરી સજા કરવાની તેમજ રાત્રી સફાઈ કરનાર નગરપાલિકાની તમામ મહિલા કર્મચારીઓને સુરક્ષા પુરી પાડવાની માંગ ઉઠાવી છે.

રાજપૂત સમાજ-રાજપૂત કરણી સેના

મોરબીમાં આધેડ મહિલા સફાઈ કર્મચારી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જે ઘટનાને મોરબી જીલ્લા રાજપૂત સમાજ તેમજ રાજપૂત કરણી સેનાએ વખોડી કાઢેલ છે અને આ ગુનામાં આરોપીને પકડી લેવામાં આવેલ છે જો કે, તેને સખત સજા કરવામાં આવે અને આવા તત્વોને સબક મળે તે માટે પોલીસ અને સરકાર દ્વારા વહેલીમાં વહેલી તકે પગલાં લેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા રાજપૂત કરણી સેના અને રાજપૂત સમાજ સફાઈ કર્મચારી પડખે છે અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે કાઈપણ કરવું પડે તો બહેનની સાથે રહેવાની તૈયારી દર્શાવી છે.






Latest News