મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસીયા ગામની હાઇસ્કુલમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન સ્પર્ઘા  યોજાઇ


SHARE







વાંકાનેરના પંચાસીયા ગામની હાઇસ્કુલમાં તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન સ્પર્ઘા  યોજાઇ

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ તથા તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા ના સહયોગથી તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત નિબંઘ લેખન સ્પર્ઘા  યોજાઇ હતી.તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને   પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા દ્રારા પંચાસીયા ગામે આવેલ પંચાસીયા  હાઇસ્કુલ ખાતે માઘ્યમીક શાળામાં વ્યસનની જાગૃતી અર્થે નિબંઘ લેખન સ્પર્ઘાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 

તમાકુ નિષેધ નિબંધ લેખન  હરીફાઈમાં ૨૦ જેટલા વીઘાર્થીએ ભાગ લીધેલ હતો.જેમાં બાળકોએ વ્યસનની શારીરિક અસરોમાનસિક અસરોઆથિક અસરો તેમજ સમાજમાં તમાકુના દુષણ અટકાવવાના પગલાઓ તથા તમાકુના કારણે થતા કેન્સરના રોગની સારવારમાં થતા ખર્ચ વીશે નીબંઘ લેખન કરવામાં આવેલ.જેમાંથી શ્રેષ્ઠ નીબંઘ લખનાર વિજેતા થનાર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવેલ તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ અને સાથે શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો.રવીરાજ મકવાણા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર  માથકીયાભાઇએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા  શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફ ગણપ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવાના સુપરવાઇઝર  સલીમભાઇટીએમપીએચએસ માથકીયાભાઈ તેમજ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર તીથવા હેઠળના પંચાસીયા સબસેન્ટરનો સ્ટાફ અને આરબીએસકે ટીંમના કર્મચારી ડો.મહેજબીન ગઢવાળાસી.એચ.ઓ. અફશાનાબેન ખોરજીયા હાજર રહ્યા હતા.






Latest News