મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત


SHARE











મોરબી જીલ્લામાં વિધાનસભાની ચૂંટણી માટે મંગળવારે સાંજથી પ્રચાર પડઘમ શાંત

ગુજરાત વિધાન સભાની ચૂંટણી પહેલી તારીખે યોજવાની છે તેના માટે જોર શોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જો કે, તા ૨૯ ના રોજ સાંજે છ વાગ્યાથી પ્રચાર પડઘમ શાંત થઈ જશે ત્યાર બાદ મોરબી જિલ્લામાં આવતી વિધાસભાની ત્રણ બેઠકને અંકે કરવા માટે તડજોડનું રાજકારણ કરવામાં આવશે

મોરબી જીલ્લામાં મોરબી માળીયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા વિધાનસભાની ત્રણ બેઠક આવે છે તેના માટે દરેક રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે જો કે, તા ૧ ના રોજ મતદાન થવાનું છે માટે નિયત કરેલ સમય મર્યાદા પુરા થતાં ૪૮ કલાકની મુદત દરમિયાન જાહેર સભાઓ અને ચૂંટણી પ્રચાર પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. સમગ્ર મોરબી જિલ્લામાં મતદાન તા. ૧/૧૨ ના રોજ થનાર છે. તેથી મતદાન પૂરું થવાના સમય પહેલાના ૪૮ કલાકે એટલે કે,  તા.૨૯/૧૧ ના સાંજના ૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ ફરમાવવો જરૂરી જણાતા મોરબી જિલ્લાના મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે અને આ જાહેરનામામાં જણાવ્યાં અનુસાર ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહી,  યોજશે નહીંસંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહી કે તેવી સભામાં હાજરી આપશે નહી. સિનેમેટોગ્રાફટેલીવિઝનએલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં. મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દૃષ્ટિએ જાહેરમાં કોઈ મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં. કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં






Latest News