તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના માળિયા ફાટકથી ત્રાજપર ચોકડી વચ્ચે યુવાન ઉપર છરી વડે હુમલો કરી મોબાઈલ અને રોકડની લૂંટ ; યુવાન રાજકોટ ખસેડાયો


SHARE











મોરબીના માળિયા ફાટકથી ત્રાજપર ચોકડી વચ્ચે યુવાન ઉપર છરી વડે હુમલો કરી મોબાઈલ અને રોકડની લૂંટ ; યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા માળિયા ફાટકથી ત્રાજપર ચોકડી વચ્ચેના સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા આદિવાસી મજૂર યુવાનને અટકાવીને તેને પેટ અને સાથળના ભાગે છરી જીંકીને તેની પાસે રહેલ રૂપિયા ૧૨ હજારની કિંમતના મોબાઈલ અને રોકડા રૂા.૨૦૦ ની લૂંટ ચલાવવામાં આવી હોય ઇજાગ્રાસ્ત યુવાને રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

લૂંટના ઉપરોક્ત બનાવની જાણવા મળતી વિગતો મુજબ મુળ એમપીના જાંબુવા જીલ્લાના વતની અને હાલ મોરબીના સામાકાંઠે જેતપર-પીપળી રોડ ઉપર આવેલ સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતો તોલસિંગ મગનભાઈ ભુરીયા જાતે આદિવાસી નામનો ૨૯ વર્ષનો યુવાન મોરબીના સામાકાંઠે બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતા માળિયા ફાટકથી ત્રાજપર ચોકડી તરફ જતા સર્વિસ રોડ ઉપરથી જતો હતો ત્યારે ત્રણ અજાણ્યા ઈસમોએ તેને અટકાવીને તેના પેટ અને સાથળના ભાગે છરી જીંકી દીધી હતી અને તોલસીંગ ભુરીયાની પાસે રહેલ રૂપિયા ૧૨ હજારની કિંમતના મોબાઇલની તેમજ તેના પાસે રહેલ રોકડા રૂા.૨૦૦ ની લૂંટ ચલાવવામાં આવી હોવાનું ભોગ બનેલ તોલસિંગ ભુરીયાએ રાજકોટ હોસ્પિટલના બીછાનેથી કેફિયત આપી હતી.વધુમાં મળતી માહિતી મુજબ ઇજાગ્રસ્ત તોલસિંગ પરણીત અને બે સંતાનોના પિતા છે તે ઘરેથી રાશન ખરીદવા માટે નીકળ્યો હતો અને તેને ફોન કર્યો ત્યારે અજાણ્યા ઇશમોને તેની પાસે વધુ પૈસા હશે તેમ સમજીને તેને છરી મારી હોય તેવું હાલ તેના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.

દવા પી લેતા સારવારમાં

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ધારાડુંગર વિસ્તારમાં રહેતી રેખાબેન પ્રવીણભાઈ કરશનભાઈ ઝાલા નામની ૨૮ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને મોરબીની મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ કરીને બનાવની વધુ તપાસ સંદર્ભે સાયલા પોલીસને જાણ કરવામાં આવી હોવાનુ સૂત્રમાંથી જાણવા મળે છે.જ્યારે મોરબીના રહેવાસી નીતાબેન રતિલાલ રજોડીયા નામના ૬૦ વર્ષીય વૃદ્ધા બાઈકમાં બેસીને કામ સબબ બહાર જતા હતા ત્યારે નવા બસ સ્ટેશનની પાસે આવેલ પંચવટી સોસાયટી નજીક તેઓનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઇજાઓ પહોંચતા નીતાબેનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ. ઝાપડિયા દ્વારા આ અંગે નોંધ કરીને બનાવની તપાસ કરવામાં આવી રહી છે.






Latest News