મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા
Breaking news
Morbi Today

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓની જામીન અરજીનો આજે ફેસલો


SHARE







મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં ઝડપાયેલા આરોપીઓની જામીન અરજીનો આજે ફેસલો

મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે જે તે સમયે નવ આરોપીને પકડ્યા હતા અને તે આરોપીઓ હાલમાં જેલમાં છે દરમ્યાન આઠ આરોપીઓએ જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરી હતી જેની આજે સુનવણી હોય આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે તેની વધુ સુનાવણી આજે તા ૨૩ ના રોજ કરવામાં આવશે

મોરબીમાં ગત ૩૦ તારીખે ઝૂલતો પુલ તૂટ્યો હતો જેથી કરીને ૧૩૫ લોકોના મોત નિપજ્યાં હતા અને તે બનાવ સંદર્ભે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે મેનેજમેંટ અને મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના કુલ મળીને નવ આરોપીને પકડીને પોલીસે જેલ હવાલે કરેલ છે અને તેમાંથી મેનેજમેન્ટ કરતી એજન્સી ઓરેવાના મેનેજર દિપક નવીનચન્દ્ર પારેખદિનેશ મહસુખરાય દવે તેમજ મેન્ટેનન્સનું કામ કરતી એજન્સીના દેવાંગ પ્રકાશભાઈ પરમારપ્રકાશ લાલજીભાઈ પરમાર, મનસુખભાઇ વાલજીભાઈ ટોપીયામાદેવભાઈ લાખાભાઈ સોલંકીઅલ્પેશભાઈ ગલાભાઈ ગોહિલદિલીપભાઈ ગલાભાઈ ગોહિલમુકેશભાઈ દલસિંગભાઈ ચૌહાણએ જામીન માટે અરજી કરેલ છે આ આઠ આરોપીની જામીન અરજી કરવામાં આવી હતી અને ગત તા ૨૧ ના રોજ મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સુનવણી હોય આરોપીના વકીલ તેમજ સરકારી વકીલ દ્વારા બંને પક્ષેથી દલીલો કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને આરોપીઓના વકીલ દ્વારા જામીન મેળવવા માટે થઈને જુદી જુદી કોર્ટમાં આપવામાં આવેલા ચુકાદાઓને રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપીની સીધી રીતે કોઈ જવાબદારી ફિક્સ થતી નથી તેવી દલીલ કરવામાં આવી હતી તો સામા પક્ષેથી સરકારી વકીલ દ્વારા પણ મજબૂત પુરાવાઓને કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા જેને ધ્યાને રાખીને હાલમાં કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળીને આજે તા ૨૩ ના રોજ ફેંસલો કરવામાં આવશે






Latest News