મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માથાના ભાગે ડેલો પડતા ઇજાગ્રસ્ત બાળકી રાજકોટ ખસેડાઇ


SHARE







મોરબીમાં માથાના ભાગે ડેલો પડતા ઇજાગ્રસ્ત બાળકી રાજકોટ ખસેડાઇ

મોરબીના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ ખાડા વિસ્તારમાં રહેતા ભાડાના મકાનમાં રહેતા પરિવારની બાળકી ઘર પાસે રમી રહી હતી ત્યારે ઘરનો ડેલો (દરવાજો) માથા ઉપર પડતા ઇજા પામેલ બાળકીને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રેલ્વે સ્ટેશન પાછળના વિસ્તારમાં રહેતા પરીવારની ભાવના રાજેન્દ્રભાઈ રાવત નામની આઠ વર્ષની બાળકી ઘર નજીક રમી રહી હતી ત્યારે તેણીના માથા ઉપર ડેલો (દરવાજો) પડ્યો હતો.જેથી ઇજાગ્રસ્ત હાલતમાં ભાવનાને અહીંની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવી હતી જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ હોય આ અંગે બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. જ્યારે વાંકાનેર હાઇવે ઢુવા ગામની પાસે આવેલ પ્લાઝમા સીરામીક નજીક રહેતા ગૌતમ ઈશ્વરદિન સોનુ નામનો ૨૮ વર્ષનો યુવાન જેતપર રોડ ઉપર આવેલ મનીષ કાંટા પાસે હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત

મોરબીના શકત શનાળા ગામે રહેતા ઉમેશ કિશોરભાઈ ગુપ્તા નામના ૪૫ વર્ષના યુવાનનો તા.૧-૧૧ ના રોજ વાહન અકસ્માત થવાથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન અમદાવાદ ખાતે ઉમેશ ગુપ્તા નામના યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યાંથી યાદી આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મારામારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નસીમબેન હુસેનભાઈ ચાવડા નામની ૩૦ વર્ષની મહિલાને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચતા બી ડિવિઝન પોલીસ મથકના વશરામભાઈ મેતા દ્વારા આ અંગે તપાસ ચલાવામાં આવી રહી છે. જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ સોઓરડી વિસ્તારમાં રહેતો સંદીપ બેચરભાઈ ચાંઉ નામનો યુવાન પોતાનું બાઈક લઈને ઘરેથી પરશુરામ ફાટક તરફ જતો હતો ત્યારે રસ્તામાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.






Latest News