મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું


SHARE







વાંકાનેરના પીપળીયા રાજ ગામે ઝેરી દવા પીને યુવાને જીવન ટૂંકાવ્યું

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે તેનો ભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવ્યો હતો જોકે ફરજ ઉપરના ડોક્ટરે ઝેરી દવા પી ગયેલા યુવાનને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ થઈને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઈ ગોવિંદભાઈ ફાંગલીયા (ઉંમર ૩૮) પોતાની વાડે હતા ત્યારે ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેનો ભાઈ સુરેશભાઈ કરમશીભાઈ ફાંગલિયા રહે. પીપળીયારાજ વાળો તાત્કાલિક તેને વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યો હતો જો કે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને રાજુભાઈ ફાગલીયાને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઈજા

મોરબીના ઘુંટુ રોડ ઉપર સિમ્પોલો સિરામિક નજીક છરી વડે કરવામાં આવેલ હુમલામાં જીગ્નેશ અમરાભાઇ અને જયેશ અમરાભાઇ નામના બે યુવાનોને ઇજા થતા સારવારમાં લઈ જવાયા હતા.જ્યારે માળિયા મીંયાણાના મોટા દહીંસરા ગામના કમળાબેન રમેશભાઈ પાંચિયા નામની ૪૫ વર્ષીય મહિલાને વિશાલ ફર્નિચર પાસે મારામારીના બનાવમાં ઈજાઓ થતાં સારવારમાં લઈ જવાયા હતા. તેમજ મોરબીના સાયન્ટિફિક રોડ ઉપર આવેલ શિવ સોસાયટીમાં રહેતા અક્ષયગીરી પ્રવીણગીરી ગોસ્વામી નામના ૨૬ વર્ષના યુવાને લક્ષ્મીનગર ગામ પાસે કારમાં બેઠા બેઠા કોઈ કારણોસર દવા પી લેતા તેને સારવાર માટે સમર્પણ હોસ્પીટલે ખસેડાયો હતો બનાવને પગલે તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News