ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

ઝૂલતા પુલ દુર્ઘટના મુદે મોરબી પાલિકા એફિડેવિટ સાથે સાડા ચાર સુધીમાં જવાબ રજૂ ન કરે તો હાઇકોર્ટ ફટકારશે દંડ


SHARE







ઝૂલતા પુલ દુર્ઘટના મુદે મોરબી પાલિકા એફિડેવિટ સાથે સાડા ચાર સુધીમાં જવાબ રજૂ ન કરે તો હાઇકોર્ટ ફટકારશે દંડ

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો તેના મુદે હાઇકોર્ટમા સૂઓમોટો કરવામાં આવેલ છે અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર અને આશુતોષ જે. શાસ્ત્રી સમક્ષ સૂઓમોટો ગઇકાલે દલીલ કરવામાં આવી હતી ત્યાર બાદ આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી અને આજે પાલિકાને હાજર રહેવા માટેની નોટિસ આપવામાં આવી હતી જેથી કરીને દલીલમાં પાલિકાના વકીલ હજાર રહ્યા હતા અને તેને જવાબ રજૂ કરવા માટે મુદાટ માંગી હતી ત્યારે હાઈકોર્ટે બપોરના સાડા ચાર વાગ્યા સુધીમાં એફિડેવિટ સાથે જવાબ રજૂ કરવા માટેની મુદત આપેલ છે અને જો મોરબી પાલિકા જવાબ રજૂ નહીં કરી શકે તો હાઇકોર્ટ પાલિકાને દંડ ફટકારશે

મોરબી પાલિકાને હાઇકોર્ટએ ગઇકાલે મોરબીના ડિસ્ટ્રિક્ટ જજને ઈમેલ મારફતે નોટિસ મોકલાવીને સ્પેશલ બેલિફ મારફતે નોટિસ આપેલ હતી અને તે નોટિસ મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરને આપવામાં આવી હતી અને આજે હાઇકોર્ટમા પાલિકાને તા ૧૬ ના હાજર રહેવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી કરીને પાલિકાના વકીલે પાલિકાનો પક્ષ મૂક્યો હતો અને હાલમાં પાલિકાના ચીફ ઓફિસરને ઝૂલતા પૂલની દુર્ઘટના પછી સસ્પેન્ડ કરવામાં આવેલ છે અને હાલમાં મોરબી પાલિકાનો ચાર્જ મોરબીના અધિક કલેકટરને આપવામાં આવેલ છે તેવી રજૂઆત કરી હતી અને પાલિકાનો જવાબ રજૂ કરવાં અતે મુદત માંગી હતી જો કે, હાઇકોર્ટે મુદત આપવાનો ઇનકાર કર્યો હતો અને આજે બપોરના દોઢ વાગ્યા સુધી કે પછી સાડા ચાર વાગ્યા સુધીમાં પાલિકાને જવાબ રજૂ કરવા માટે કહ્યું હતું

ત્યારે પાલિકાના વકીલે બપોરના સાડા ચાર વાગ્યા સુધીમાં ઝૂલટપૂલની દુર્ઘટના મુદે એફિડેવિટ સાથે જવાબ રજૂ કરશે તેવું કહ્યું હતું અને જો પાલિકા હાઇકોર્ટમા સમય મર્યાદામાં તેનો જવાબ રજૂ કરશે નહીં તો હાઇકોર્ટ દ્વારા પાલિકાના દંડ કરવામાં આવશે તે નિશ્ચિત છે અત્રે ઉલેખનીય છે કે, આજે હાઇકોર્ટમા ચર્ચા શરૂ કરવામાં આવી હતી ત્યારે પાલિકા તરફે તેના વકીલ આવ્યા ત્યારે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે પાલિકના સ્ટેન્ડ બાબતે પૂછ્યું હતું જેનો જવાબ આપવો ભારે પડી ગયો હતો




Latest News