વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય બેઠકો ઉપર એક જ દિવસે ત્રણ સીએમ ચૂંટણી સભા ગજવશે


SHARE







મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકો આવે છે અને આ ત્રણેય બેઠકો ભાજપ અંકે કરવા માટે થઈને હાલમાં એડી ચોટીનું જોર લગાવી રહી છે અને તેના ભાગરૂપે તા. ૧૮ ના રોજ મોરબી જિલ્લામાં ત્રણ જુદી જુદી જગ્યાઓ ઉપર ગુજરાત, યુપી અને એમપી ના સીએમ એક જ દિવસે સભાઓ ગજવશે

મોરબી જિલ્લામાં વિધાનસભાની ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે જે ત્રણ પૈકીની બે બેઠકો ઉપર કોંગ્રેસનો કબજો છે અને એક બેઠક હાલમાં ભાજપ પાસે છે જોકે હાલમાં જે ચૂંટણી યોજવાની છે તેમાં ત્રણેય બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે તેના માટે થઈને ભાજપ દ્વારા એડી ચોટીની જોર લગાવવામાં આવી રહ્યું છે અને પ્રચાર પ્રસાર કરવામાં આવી રહી છે દરમિયાન મોરબી જિલ્લાની આ ત્રણેય બેઠકોને અંકે કરવા માટે થઈને સ્ટાર પ્રચારકો મોરબી જિલ્લામાં આવવાના છે જેના ભાગરૂપે એક જ દિવસે દેશના ત્રણ રાજ્યના સીએમ મોરબી જિલ્લામાં જુદી જુદી ત્રણ બેઠકો ઉપર સભા ગજવશે

ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટંકારા પડધરી બેઠક માટે રવાપર ગામે બહુચરાજી મંદિર સામેના ભાગમાં આવેલ મેદાનમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે મોરબી માળિયા વિધાનસભા બેઠક માટે શહેરના સનાળા રોડ ઉપર આવેલ રત્નકલાના ગ્રાઉન્ડમાં એમપીના સીએમ શિવરાજસિંહ ચૌહાણ બપોરે ચાર કલાકે સભાનું સંબોધન કરવાના છે તેવી જ રીતે વાંકાનેર કુવાડવા બેઠક ઉપર હિન્દુત્વના બ્રાન્ડ આઇકોન અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ સવારે સાડા નવ વાગ્યે કિરણ સીરામીકના ગ્રાઉન્ડમાં સભાનું સંબોધન કરવાના છે




Latest News