મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પીને તરૂણે કર્યો આપઘાત


SHARE











માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પીને તરૂણે કર્યો આપઘાત

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ખેત મજૂરી કરતા પરિવારના તરુણે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ જેતપર સામુહિક આરોગ્ય કેન્દ્ર અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે તરૂણનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ છોટાઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે ભુદરભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ચીમનભાઈ નાયક જાતે આદિવાસીના દીકરા અજય નાયક જાતે આદિવાસી (ઉંમર ૧૬) એ કોઈ કારણોસર વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ઝેરી અસર થતા પ્રથમ સારવાર માટે તેને જેતપર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને તેને વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો જો કે, સારવાર દરમિયાન તે તરુણનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તરુણે ક્યા કારણોસર ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો તે દિશામાં હાલમાં પોલીસ તપાસ શરૂ કરી છે






Latest News