મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે કાર બાજુમાંથી ચલાવવા બાબતે ઝઘડા બાદ સામસામે મારામારીમાં પાંચને રાજકોટ ખસેડાયા : ફરિયાદ નોંધાઇ


SHARE











મોરબીના શનાળા ગામે કાર બાજુમાંથી ચલાવવા બાબતે ઝઘડા બાદ સામસામે મારામારીમાં પાંચને રાજકોટ ખસેડાયા : ફરિયાદ નોંધાઇ

મોરબી નજીકના શકત શનાળા ગામે બાજુમાંથી કાર ચલાવવા બાબતે ઝઘડો થયો હતો જેમાં બાજુ બાજુમાં રહેતા બે પરિવાર વચ્ચે થયેલ સામસામી મારામારીમાં ઘવાયેલા પાંચને હાલમાં રાજકોટ લઈ જવામાં આવ્યા છે અને એકને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડાયો હતો જ્યાં હોસ્પિટલના બીછાનેથી તેણે ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે અને રાજકોટ ખસેડાયેલા ઈજાગ્રસ્તોની ફરિયાદ લેવા માટે એ ડિવિઝન પોલીસે તજવીજ હાથ ધરી છે.

સામસામી મારામારીના ઉપરોક્ત બનાવની જાણવા મળતી માહીતી મુજબ મોરબીના શકત શનાળા ગામે નવા પ્લોટ વિસ્તારમાં મુરલીધર હોટલ પાછળ મારામારીનો બનાવ ગત રાત્રીના નવેક વાગ્યે બન્યો હતો જેમાં ઇજાઓ થતા મહેશ બાબુ સોલંકી (૪૫), બાબુ આંબા સોલંકી (૬૫), રાહુલ મહેશ સોલંકી (૧૭), કનુબેન મહેશ સોલંકી (૫૦) અને દેવુબેન બાબુભાઈ સોલંકી (૫૦) ને ઇજાઓ થતા મોરબીની સિવિલે ખસેડાયા હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે. જેથી એ ડિવિઝન પીએસઆઇ ભટ્ટ દ્વારા રાજકોટ જઈને ફરિયાદ લેવા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

જ્યારે સામા પક્ષેથી પંકજ પ્રેમજી વાઘેલા (૨૦) નામના યુવાનને ઇજાઓ પહોંચી હોય તેને પણ અત્રે મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના નંદરામભાઇ મેસવાણીયાએ સિવિલ હોસ્પિટલે જઈને ફરિયાદ લેવા તજવીજ કરતાં ફરિયાદમાં પંકજભાઈ પ્રેમજીભાઈ વાઘેલા (૨૦) રહે. મુરલીધર હોટલ પાછળ શનાળા મોરબી વાળાએ બાજુમાં રહેતા નીતિન મહેશ સોલંકી, રાહુલ મહેશ સોલંકી અને મહેશ બાબુ સોલંકી રહે. શનાળા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓએ નીતિનને ફોરવીલ ગાડી બાજુમાંથી ચલાવવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને ઝઘડો કરી નીતિને પોતાના હાથમાં રહેલ લાકડાના ધોકો તેઓને બરડાના ભાગે માર્યો હતો. જ્યારે રાહુલે પોતાના હાથમાં રહેલ પાઇપ વડે માર મારી સામાન્ય ઇજાઓ પહોંચાડી હતી તથા મહેશ બાબુ સોલંકી દ્વારા ઉપરોક્ત બંનેનું ઉપરાણું લઈને તેઓને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. જે દરમિયાનમાં નીતિને ગાળો આપી જપાજપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલમાં પંકજભાઈ વાઘેલાની ફરિયાદ ઉપરથી નીતિન, રાહુલ અને મહેશ વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ મથક ખાતે ગુનો નોંધાવવા પામેલ છે. જ્યારે રાજકોટ ખસેડાયેલા પાંચની ફરિયાદ લેવા માટે એ ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના નાનીવાવડી ગામ પાસે આવેલ સિંધી સોસાયટીમાં રહેતી અનિતાબેન હરેશભાઈ સાબનાણી નામની ૧૬ વર્ષીય સગીરાએ તેના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઉંદર મારવાની દવા પી લેતા તેણીને અહીંની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જેથી કરીને એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો કિશન અરવિંદભાઈ મકવાણા નામનો ૨૭ વર્ષનો યુવાન ઉમિયા સર્કલ નાની કેનાલ પાસેથી જતો હતો ત્યાં તેને બાઈક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ઇજાઓ થવાથી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે મોરબી દલવાડી સર્કલ પાસે રહેતા મહતો રમેશ પસાયાભાઇ (ઉમર ૫૧) ને બાઈક લઈને જતા સમયે કૂતરું આડું ઉતરતા સ્લીપ થઈ જવાથી ઇજાઓ પામતા સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.






Latest News