તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી  :  મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ


SHARE











મોરબી  :  મતદાન મથકોથી ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓના એકત્રિત થવા પર પ્રતિબંધ

વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ  અન્વયે મોરબી જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ મતદાન યોજાશે. મતદારો નિર્ભયતાપૂર્વક અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરી શકે તેમજ મતદાનની કાર્યવાહી દરમિયાન અસામાજીક કે તોફાની તત્વો કોઈ ખલેલ પહોંચાડે નહીં તેમજ અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરે નહીં તે માટે મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ માટે નક્કી કરવામાં આવેલ મતદાન મથકો અને તેની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને એકત્રિત થવા કે મતદાન મથકમાં પ્રવેશવા કે વાહન લઈ જવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.કે.મુછાર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ આદેશો ચૂંટણી તેમજ ચૂંટણીના સંચાલન અંગેની ફરજ જે અધિકારી/કર્મચારીઓને સોંપવામાં આવેલ છે તે તમામ અધિકારીઓ / કર્મચારીઓ મતદાન કરવા આવનાર મતદારો, ચૂંટણીમાં ઉભેલ ઉમેદવાર, ચૂંટણીના હરીફ ઉમેદવારના ચૂંટણી એજન્ટ કે તેના અધિકૃત મતદાન એજન્ટ, મતદાન મથક નજીક ધંધો કે રહેણાંક ધરાવતા પ્રજાજનોને તેમના મકાન / ધંધાના સ્થળે આવવા જવા તેમજ ફરજ પરના પોલીસ /એસઆરપી/ હોમગાર્ડ/ પેરામીલટ્રી ફોર્સના અધિકારી તથા જવાનોને લાગુ પડશે નહી. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન કરનાર સજાને પાત્ર થશે.

મતદાનના દિવસે મતદાન મથક અને નજીકના વિસ્‍તારોમાં વ્‍યવસ્‍થા જાળવવા અંગે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું
મોરબી જિલ્લાની વિધાનસભા ચૂંટણી સબંધમાં નકકી કરેલ મતદાન મથકોએ આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ મતદાન થનાર છે. જેથી મતદાન મથકો ઉપર મોટી સંખ્‍યામાં મતદારો પોતાનો મત આપવા એકઠા થવાનો સંભવ છે. જે સ્‍થળોએ મતદાન થનાર છે તે મતદાન મથકો ઉપર તથા તેની નજીકના વિસ્‍તારોમાં અડચણ થતી અટકાવવા તથા વ્‍યવસ્‍થા જાળવવા પગલાં લેવા જરૂરી જણાતા મોરબીના અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી એન.કે. મુછાર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.જાહેરનામા અનુસાર ચૂંટણીમાં મતાધિકાર વાપરનાર તમામ મતદારોને જે મતદાન મથકો ઉપર મત આપવા જવાનું છે તે મતદાન મથકોના અધિકૃત પ્રવેશ સ્‍થાન પાસે એક લાઇનમાં ઉભા રહેવા અને જો સ્‍ત્રીઓ માટે જુદી લાઇન હોય તો તેમાં તેણીએ ઉભા રહેવા અને લાઇન મુજબ પોતાના ક્રમ અનુસાર એક પછી એક દાખલ થવા અને મત આપ્યા પછી મતદાન મથક તથા તેના વિસ્‍તાર છોડી તુરત જ ચાલ્‍યા જવા જણાવેલ છે.






Latest News