મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના સિરામિક યુનિટમાં ચીમનીનું ગરમ પાણી ઉડતા દાઝી જવાથી ચાર વર્ષની બાળકીનું મોત


SHARE











મોરબીના સિરામિક યુનિટમાં ચીમનીનું ગરમ પાણી ઉડતા દાઝી જવાથી ચાર વર્ષની બાળકીનું મોત

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર લાલપર અને જાંબુડિયા વચ્ચે આવેલ કારખાનામાં કોલસાની ભઠ્ઠીમાંથી નિકળેલ ચીમનીના ગરમ પાણીમાં દાઝી જવાથી દાજી ગયેલ ચાર વર્ષની બાળકીને મોરબી અને ત્યાંથી પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવી હતી જ્યાં ચાર વર્ષે બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો અને રાજકોટ સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઈવે ઉપર લાલપર અને જાંબુડીયા વચ્ચે આવેલા ડેલ્ટા સીરામીકમાં રહીને મજૂરી કામ કરતાં પરિવારની પ્રજ્ઞાબેન બન્નાભાઈ ઉર્ફે બન્નાભાઈ પંચકા જાતે બનસાર (ઉમર ૪) નામની બાળકી યુનિટમાં ચીમની પાસે રમતી હતી ત્યાં કોલસાની ભઠ્ઠી પાસે ગરમ પાણી ઢોળાયેલું હોય તેમાં દાઝી જતા પ્રજ્ઞાબેન નામની ચાર વર્ષની બાળકીને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી અને ત્યાંથી તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી હતી જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રજ્ઞા નામની બાળકીનું મોત નીપજ્યું હતું.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રહેવાસી નારણદાસ ચમનદાસ દેવનાણી નામના ૬૩ વર્ષના વૃદ્ધ બૈઇક લઇને મોરબીથી વાવડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં સમજુબા સ્કૂલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતાં તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મોરબીના રામગઢ ગામે પ્રવીણભાઈ પટેલની વાડીએ કપાસમાં ઝેરી દવાનો છંટકાવ કરતા સમયે અસર થવાથી પેટમાં દુખાવો ઉપડતા અને ચક્કર આવવા લાગતા શિવ જોરસિંગ દાવર નામના ૧૬ વર્ષીય તરુણને અહીંની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

યુવાન સારવારમાં

મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની મુકેશ રમેશભાઈ ચારેલ નામનો ૩૮ વર્ષીય યુવાન મોરબીના લગધીરનગર પાસે પગપાળા જતા સમયે પડી જતા ઇજાઓ થવાથી તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો તે રીતે જ મોરબીના ટીંબડી ગામ પાસે આવેલ ભરડીયામાં કામ સબબ પગપાળા જતા સમયે પડી જતા માથા અને છાતીના ભાગે ઇજાગ્રત થયેલા બાલેશ્વરભાઈ મહાતો નામના ૩૫ વર્ષના યુવાનને અહીંની.આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

 






Latest News