મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની લખધીરપુર ચોકડી પાસે બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: એક સારવારમાં


SHARE







મોરબીની લખધીરપુર ચોકડી પાસે બંધ ટ્રકની પાછળ ડબલ સવારી બાઇક અથડાતાં એક યુવાનનું મોત: એક સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર ચોકડી પાસે આવેલ હોટલ નજીક સર્વિસ રોડ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળ ડબલ સવારી અથડાયું હતું જેથી બાઈક ચાલક યુવાનને મોઢા અને માથા ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું અને ઈજાગ્રસ્ત યુવાનની હાલમાં મૃતક યુવાનની સામે ફરિયાદ લઈને પોલીસે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબા મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર અમરધામ મંદિરની બાજુમાં આવેલ વાઈટ પલ નામના માટીના કારખાનામાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા તુરમ રીંગો કોડા (૨૭) અને તેની સાથે મૂચીરામ રામુ સાંડીલ જાતે આદિવાસી (૧૯) રહે. મૂળ ઝારખંડ હાલ માટેલ રોડ ઉપર અમરધામ મંદિરની બાજુમાં આવેલ વાઈટ પલ નામના માટીના કારખાના વાળા બંને બાઇક નંબર જીજે ૧૩ એએસ ૨૫૮૨ લઈને મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર ચોકડીથી આગળના ભાગમાં રિજેન્ટા હોટલ પાસે સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળના ભાગમાં સર્વિસ રોડ ઉપર બંધ પડેલા ટ્રકની પાછળના ભાગમાં તુરમ રીંગો કોડાએ પોતાના હવાલા વાળું બાઈક ટ્રકની પાછળના ભાગમાં અથડાવ્યું હતું જેથી કરીને બાઈક ચાલકને મોઢા અને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને બાઈકમાં પાછળના ભાગમાં બેઠેલ ફરિયાદી મુચીરામ સાંડીલને ઇજાઓ થયો હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને હાલમાં ઇજાગ્રસ્તે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે


મારામારીમાં ઇજા થતા સારવારમા
 

મોરબીના લીલાપર ગામે મેગ્નમ પેપર મિલ પાસે થયેલ મારામારીના બનાવમાં પવનસુત પેપર મીલ નવાગામ ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના ઓમપ્રકાશ સિંહગોપાલ વર્મા (૨૨), અભી રામભરોસે વર્મા (૨૨), ઘનશ્યામ શિવકુમાર વર્મા (૨૨) અને નીતિન સિંહગોપાલ વર્મા (૨૦) ને સારવારમાં ખસેડાયા હતા જેથી તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી દ્વારા તપાસ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના ખાખરાળા ગામનો મેહુલ રાજેશભાઈ સદાતીયા નામનો ૨૩ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે બેલા નજીક ખોખરા હનુમાન રોડ પાસે બાઈક સ્લીપ થતા ઇજાગ્રસ્ત મેહુલ સદાતીયાને પણ સારવારમાં લઈ જવાયો હતો.

યુવાન સારવારમાં

સુરેન્દ્રનગરના સરડવા ગામે સાંકડી શેરીમાં રહેતો ગૌરાંગભારતી મનસુખભારતી નામનો ૨૮ વર્ષેનો યુવાન મોરબીના માંડલ અને ઘુંટુ ગામની વચ્ચેથી બાઈકમાં જતો હતો ત્યારે તેનું બાઈક અન્ય બાઇક સાથે અથડાતા ઇજાઓ થવાથી ગૌરાંગભારતીને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમજ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા મુસ્તુફા આમદભાઈ ખુરેશી નામના ૨૨ વર્ષના યુવાનને મોરબીના શનાળા રોડ શુભ હોટલ પાસે બાઇક થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજાઓ થયા હતા સારવારમાં લઈ જવાયો હતો.

 






Latest News