મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી પિસ્તોલ - આઠ કાર્ટિસ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE







મોરબીના જુના બસ સ્ટેન્ડ પાસેથી પિસ્તોલ - આઠ કાર્ટિસ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળની શેરીમાં ઉભેલા શખ્સ પાસે દેશી બનાવટની પિસ્તોલ હોવાની બાતમી એસઓજીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં સ્થળ ઉપર પહોચી હતી અને શંકાસ્પદ શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવવાની પિસ્તોલ અને આઠ જીવતા કાર્ટિસ મળી આવ્યા હોય પોલીસે ૧૦૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને હાલમાં આરોપીને પકડીને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીમાં જુના બસ સ્ટેન્ડની પાછળના ભાગમાં ઉભેલા શખ્સ પાસે હથિયાર હોવાની મોરબી જિલ્લા એસ.ઓ.જી.ની ટીમને બાતમી મળી હતી જેના આધારે ત્યાં એસઓજીની ટીમ પહોંચી હતી અને સ્થળ ઉપર હાજર રહેલ હારૂનભાઈ ઉર્ફે રસીદભાઈ ખમીસાભાઈ થૈયમ જાતે વાઘેર મુસ્લિમ (ઉંમર ૫૫) રહે. મચ્છી પીઠ મોરબી વાળાને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને આઠ જીવતા કાર્ટિસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૮૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હારુનભાઈ ઉર્ફે રસીદભાઈ થૈયમની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપી પાસેથી મળી આવેલ હથિયાર તે ક્યાંથી લાવ્યો હતો અને શા માટે પોતાની પાસે હથિયાર રાખતો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે.

જુગારી પકડાયા

મોરબીના ત્રાજપર પાસે આવેલા શક્તિ સોસાયટી નજીક જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સંજયભાઈ ઉર્ફે ચનો સાવજીભાઇ કુંવરિયા અને નવઘણભાઈ અવસરભાઈ રાઠોડ જુગાર રમતા મળી આવ્યા હતા માટે પોલીસે ૭૩૦ ની રોકડ કબજે કરી જુગાર રમતા બંને શખ્સને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.






Latest News