મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ
Breaking news
Morbi Today

ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા


SHARE







ટંકારાના કલ્યાણપરનો બનાવ: માતા-પિતાને સાથે રહેવા દેવાની તકરારમાં પતિએ કરી પત્નીની હત્યા

મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલ કલ્યાણપર ગામે આજે તા.૭ ના વહેલી સવારે ખેતમજુર એવા શ્રમિક દંપતી વચ્ચે નજીવી વાતે થયેલા ઝઘડા બાદ પતિએ પથ્થરના ઘા ઝીંકી દઇને પત્નીને મોતના ઘાટ ઉતારી દેતા ચકચાર જાગી છે.ઘટનાની જાણ થતા જ ટંકારા પોલીસ કાફલો દોડી ગયો હતો અને આરોપી પતિ પણ હાથવેંતમાં હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

બનાવ અંગેની જાણવા મળતી વિગતો મુજબ ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે દસેક દિવસ પહેલા જ બાળકો સાથે ખેત મજૂરી કરવા આવેલા રાયબેન સુબોભાઈ વસુનીયા નામની પરિણીતાની તેના જ પતિ સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયાએ પથ્થરના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેતા આ હત્યાના બનાવ અંગે મૃતક રાયાબેનના ભાઈ સુમારીયા પારસિંહ માવીએ ટંકારા પોલીસ મથકમાં પોતાના બનેવી સુબોભાઈ વેસ્તાભાઈ વસુનીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ ૩૦૨ મુજબ ગુન્હો નોંધીને તપાસ ચાલુ કરી છે, જો સુત્રોનું માનીએ તો હત્યાનો આરોપી એવો મૃતક મહીલીનો પતિ પોલીસની હાથવેંતમાં જ હોવાનું જાણવા મળેલ છે.






Latest News