મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીના ટિંબડી પાટીયા પાસે ટ્રકના સર્વિસ સેન્ટર પાસેથી પાંચ લાખના ટ્રકની ચોરી


SHARE







મોરબીના ટિંબડી પાટીયા પાસે ટ્રકના સર્વિસ સેન્ટર પાસેથી પાંચ લાખના ટ્રકની ચોરી.

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ટિંબડી ગામના પાટીયા પાસે આવેલ ટ્રકના સર્વિસ સેન્ટર પાસે યુવાને પોતાનો ટ્રક પાર્ક કરીને મૂક્યો હતો જે ટ્રકને કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી કરીને પાંચ લાખ રૂપિયાની કિંમતના ટ્રકની ચોરી થઈ હોવા અંગેની ભોગ બનેલા યુવાને મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી માળિયા હાઇવે ઉપર ટિંબડીના પાટિયા પાસે આવેલ મોમાઈ ટ્રક સર્વિસ સેન્ટરની બાજુમાં મોરબીના રવાપર રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિરની પાછળ વૈભવ લક્ષ્મી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ રામભાઈ આદ્રોજા જાતે પટેલ (૩૪)એ પોતાનો ટ્રક નંબર જીજે ૩ એઝેડ ૬૭૯૭ પાર્ક કરીને મૂક્યો હતો જે પાંચ લાખ રૂપિયાની કિંમતનો ટ્રક કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયેલ છે જેથી ભોગ બનેલા હિતેશભાઈએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે

ફિનાઇલ પીધું

મોરબીના જેલ રોડ ઉપર જેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા શાંતિબેન વશરામભાઈ સાવરીયા (૬૦) એ પોતે પોતાની જાતે ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનવાની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ફિનાઇલ પીધું

મોરબીમાં જેલ ચોક સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા નીતાબેન વિમલભાઈ મકવાણા (૨૬) પોતાના ઘરે હતા ત્યારે પોતાની જાતે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે જેથી કરીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે


અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતો હિમાંશુ દિનેશભાઈ પરમાર (૧૪) નામના તરુણને બાઈક સ્લીપ થતા ઇજા થયેલ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સ્થાનિક ટંકારા પોલીસને જાણ કરવામાં આવેલ છે

 






Latest News