મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

મોરબીમાં દીકરીનો પીછો કરનારાને સમજાવવા ગયેલા પિતાને ચાર શખ્સોએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી. 


SHARE







મોરબીમાં દીકરીનો પીછો કરનારાને સમજાવવા ગયેલા પિતાને ચાર શખ્સોએ મારમાર્યો: જાનથી મારી નાખવાની ધમકી. 

મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતા યુવાનની દીકરી ઓરપેટમાં કામે જતી હોય કુબેર ટોકીઝ પાસેથી તે બસમાં બેસે છે જેથી ત્યાં પીછો કરીને બેસતા શખ્સને યુવાને બેસવાની ના પાડી હતી જેથી કરીને ઉશ્કેરાઈ ગયેલા શખ્સે ગાળો આપીને બોલાચાલી કરી ઢિકાપાટુનો અને લાકડી વડે માર માર્યો હતો તેમજ જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને સારવાર લીધા બાદ ચાર શખ્સોની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ત્રાજપર ખારી વિસ્તારમાં પંચની માતાજીની બાજુમાં રહેતા ભરતભાઈ અમરશીભાઈ સનુરા જાતે કોળી (૪૨) ની દીકરી ઓરપેટમાં કામે જતી હોય તે કુબેર ટોકીઝ પાસેથી કંપનીની બસમાં બેસતી હતી ત્યારે તેનો પીછો કરીને આરોપી રાણાભાઇ મલાભાઇ ભરવાડ નામનો શખ્સ ત્યાં બેસતો હતો જેથી કરીને તે શખ્સને ત્યાં બેસવાની યુવાને ના પાડી હતી જેથી તે આ શખ્સને શરૂ નહીં લાગતા તેને ફરિયાદી ભરતભાઈ ત્રાજપર  ચોકડી પાસેથી પસાર થતા હતા ત્યારે તેને આરોપી રાણાભાઇ મલાભાઈ ભરવાડ, ગોપાલભાઈ નાજાભાઇ ભરવાડ, મુન્નાભાઈ રૂખડભાઈ ભરવાડ અને ગોપાલભાઈના ડ્રાઈવરે રોકીને તેની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી તેમજ ઢીકાપાટુ અને લાકડી વડે હાથે અને શરીરે માર માર્યો હતો તથા આરોપી રાણાભાઇએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ભરતભાઈ સનુરાએ સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચારેય શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News