મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

ટંકારા નજીક સર્જાયેલા અકસ્માતના બનાવમાં મૃતક સામે નોંધાયો ગુનો.


SHARE







ટંકારા નજીક સર્જાયેલા અકસ્માતના બનાવમાં મૃતક સામે નોંધાયો ગુનો.

ટંકારામાં રામદેવપીર મંદિર પાસે બંધ પડેલા ટ્રકની પાછળ થોડા સમય પહેલા બાઇક અથડાયું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને તેમાં બે વ્યક્તિને ઇજા થયેલ હતી જે પૈકીનાં એકનું મોત નીપજયું હતું અને હાલમાં ઇજાગ્રસ્તની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારાના કોળીવાસમાં રહેતા વિનોદભાઈ રામજીભાઈ દંતેસરિયા જાતે કોળી (૫૧) એ હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક રાઘવજીભાઈ લીંબાભાઇ જિંઝવાડીયા જાતે કોળી (૫૭) રહે. ટંકારા વાળ સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે રાઘવજીભાઈ લીંબાભાઈ ઝીંઝવાડીયાના બાઈક નંબર જીજે ૩૫ એ ૨૬૬૧ માં પાછળ બેસીને જતા હતા ત્યારે રામદેવપીર મંદિર પાસે બંધ પડેલા ટ્રક નંબર જીજે ૩ બીવાય ૮૧૮૦ ની પાછળના ભાગમાં બાઇક અથડાયું હતું જેથી તેઓને પગમાં ઢીંચણે અને આંખના ભાગે ઇજાઓ થઈ હતી તેથી સારવાર માટે લઈ ગયા હતા અને બાઇક ચાલક રાઘવજીભાઈ ઝીંઝવાડીયાને દાઢી, આંખ અને મોઢાના ભાગે ઇજાઓ થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું હાલમાં પોલીસે ઇજાગ્રસ્તની ફરિયાદ લઈને મૃતક સામે ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવતી સારવારમાં

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ દરિયાલાલ હોટલની પાછળના ભાગમાં આરક્રોસ માઈક્રોન નામના યુનિટમાં કામ કરતાં સમયે પડી જવાના કારણે સાવિત્રીબેન રાજેશભાઈ (ઉંમર ૨૦) નામની યુવતીને ઇજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ કરતાં પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વાવી રોડ ઉપર આવેલ જનક નગર સોસાયટી થી માણેકવાડા ગામ તરફ જતા સમયે રસ્તા ઉપર બગથળા પાસે બાઈકમાંથી પડી જતા સવિતાબેન છગનભાઈ દેત્રોજા (૭૦) નામના વૃદ્ધાને ઈજા થઈ હોવાથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને બનાવનો મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે






Latest News