વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પિસ્તોલ-કાર્ટિસ સાથે એક ઝડપાયો


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પિસ્તોલ-કાર્ટિસ સાથે એક ઝડપાયો.

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ઉભેલા શખ્સ પાસે હથિયાર હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને તે શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૦૨૦૦ રૂપિયાની કિંમતના મુદ્દામાલની સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાવી રાબેતા મુજબની કાર્યવાહી હાથ કરી હતી

મોરબી એલસીબીની ટીમને મળેલ બાતમી આધારે પોલીસે મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ પૂજારા મોબાઈલ પાસે વોચા ગોઠવી હતી અને ત્યારે ત્યાંથી મળેલ બાતમી મુજબનો શખ્સ નીકળતા તેને રોકીને પોલીસ ચેક કર્યો હતો દરમિયાન તેની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ અને બે જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા જેથી પોલીસે ૧૦,૨૦૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં જતીનભાઈ છગનભાઈ માકાસણા જાતે પટેલ (૨૭) રહે. ધર્મનગર સોસાયટી મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે અને આ શખ્સ હથિયાર ક્યાંથી લાવ્યો હતો ? અને શા માટે પોતાની પાસે રાખ્યું હતું ? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે અને તેની સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


દેશી દારૂ

મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટી નજીક લાયન્સ સ્કૂલ પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે ૧૨ બિયું ૪૧૩૮ ને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે રીક્ષામાંથી કુલ મળીને ૭૫ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે હાસમભાઇ અનવરભાઈ ભટ્ટી જાતે મિયાણા મુસ્લિમ (૨૨) અને અલિયાસભાઈ હુસેનભાઇ ખોડ જાતે મિયાણા મુસ્લિમ (૨૩) રહે. માતમ ચોક માળીયા મીયાણા વાળાની ધરપકડ કરેલ છે.






Latest News