તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાગ્રસ્ત પરિવારો માટે એકેડેમીક એસોસિએશનની પ્રેરણાદાયી પહેલ


SHARE











મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાગ્રસ્ત પરિવારો માટે એકેડેમીક એસોસિએશનની પ્રેરણાદાયી પહેલ
 
મોરબીમાં બનેલી કાળજું કંપાવનારી ઘટનાના દુર્ઘટનાગ્રસ્ત પરિવારો પૈકી નિરાધાર બનેલા કોઈપણ ગામના કોઈપણ માધ્યમમાં અને કોઈપણ બોર્ડમાં અભ્યાસ કરતાં બાળકોને મોરબી એકેડેમીક એસોસિએશન સંપૂર્ણપણે ફ્રી માં ટ્યુશન કરાવી દેશે. અસરગ્રસ્ત પરિવાર મોરબી બહારના હશે તો પણ SAA તથા FAA ના સહકારથી તેઓને પણ આ લાભ અપાવશે. સાથોસાથ આવા બાળકોને જરુરી પુસ્તકો તથા અભ્યાસમાં ઉપયોગી તમામ સામગ્રી પણ મોરબી એકેડેમીક એસોસિએશન પુરી પાડશે અને આ બાળકોનું કેરીયર કાઉન્સિલીંગ કરી તેઓને સંપુર્ણ આત્મનિર્ભર બનાવવામાં પણ ઉપયોગી ભુમિકા ભજવશે. આ ઉપરાંત અસરગ્રસ્ત અન્ય પરિવારોને જરુરી કોઈપણ સેવા માટે પણ સંસ્થાએ સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર કાર્ય કરવા તત્પરતા દર્શાવી છે.
 
આ અંગે વધુ વિગત માટે  રવીન્દ્રભાઈ ત્રિવેદી મો.98790 24410 કલ્પેશભાઈ પુજારા મો.90336 69310 અનિલભાઈ પરમાર મો.92288 69439 નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોને શ્રધ્ધાંજલી અર્પણ કરવા તથા સદગતની આત્માની શાંતિ માટે આવતી કાલ તારીખ 5-11 ને શનિવારે બપોરે 3 થી 4 દરમિયાન બાપા સિતારામ ચોક ખાતે મોરબી એકેડેમીક એસોસિએશનના સભ્યો તથા વિધાર્થીઓ ઉપસ્થિત રહી પ્રાર્થના કરશે.





Latest News