મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પુલ ઉપરથી ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE







વાંકાનેરમાં પુલ ઉપરથી ઝંપલાવીને વૃદ્ધે કર્યો આપઘાત

વાંકાનેર શહેરમાં સ્ટેચ્યુ ચોક પાસે આવેલા પુલ ઉપરથી નીચે ઝંપલાવીને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને તેનો દીકરો વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના દિવાનપરા વિસ્તારમાં પાંજરાપોળવાળી શેરીમાં રહેતા વ્રજલાલભાઈ કાનજીભાઈ રાઠોડ (૬૫) એ વાંકાનેરના સ્ટેચ્યુ ચેક પાસે આવેલ પુલ ઉપરથી નીચે ઝંપલાવ્યું હતું જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને મૃતકના દીકરા હિતેશભાઈ તેની ડેડબોડીને લઈને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને આપઘાતના આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News