મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો


SHARE







માળીયા (મી)ના હરિપર પાસેના અકસ્માતમાં ઇજા પામેલા વધુ બેના મોત: મૃત્યુ આંક ૪ થયો

મોરબીમાંથી પસાર થતાં માળિયા કચ્છ હાઇવે ઉપર આજે વહેલી સવારે હરીપર ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં છોટાહાથી અને ખાનગી બસ સામસામે અથડાતા છોટાહાથીમાં જઈ રહેલા મુસાફરોમાંથી ડ્રાઈવર સહિત ૧૦ લોકોને ઇજાઓ થયેલ હતી તેમાંથી ત્રણ મહિલા સહિત કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયેલ છે અને બાળકો સહિત કુલ મળીને છ લોકો હાલમાં સારવાર હેઠળ છે અને પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

મોરબી જિલ્લાના માળીયા કચ્છ હાઇવે ઉપરથી આજે વહેલી સવારના સમયે કચ્છ બાજુ છોટા હાથી જઈ રહી હતી ત્યારે કચ્છ બાજુથી આવતી ખાનગી ટ્રાવેલ્સ બસ સાથે અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં છોટા હાથીમાં બેઠેલા ડ્રાઈવર સહિતના ૧૦ લોકોને ઇજા થયેલ હતી જેથી કરીને તેને તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યારે ફરજ પરના ડોક્ટરે મુસાફરો પૈકી બે મહિલા ચંદાબેન વિપુલભાઈ (૩૦) અને શારદાબેન છગનભાઇ ગોંડલીયા (૬૯) રહે. બન્ને પીઠડીયાને મૃત જાહેર કર્યા હતા ને બાકીના ઇજાગ્રસ્તોની સારવાર શરૂ કરી હતી જો કે, સારવાર દરમ્યાન છોટા હાથીના ડ્રાઈવર દીપકભાઈ મનુભાઈ જિંજવાડીયા (૩૫) તેમજ જીણીબેન છગનભાઇ ગોંડલિયા (૬૦) નું મોત નીપજયું હતું આમ કુલ મળીને ચાર વ્યક્તિના મોત થયા છે અને વિપુલભાઈ ગિરધારભાઈ ગોંડલિયા (૪૦), પ્રકાશભાઇ મજેઠીયા (૪૮), જેવીલ વિપુલભાઈ (૩), ધીરુભાઈ મૂળજીભાઈ ગોંડલીયા (૫૦), માહિબેન વિપુલભાઈ (૬), મીશ્રીબેન ચેતનભાઈ ગોંડલીયા (૯)ને ઇયજા થયેલ છે માટે તે સારવારમાં છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે વીરપુર ગામ પાસે આવેલ પીઠડીયા ગામના રહેવાસી લોકો પીઠડીયાથી છોટાહાથીમાં કચ્છમાં માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા દરમ્યાન વહેલી સવારે આજે જીવલેણ અકસ્માતમાં બનાવ બન્યો છે 






Latest News