મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં એક આરોપીની ધરપકડ, કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરની પૂછપરછ કરાઇ


SHARE







મોરબીના માધાપરમાં ફાયરિંગના ગુનામાં એક આરોપીની ધરપકડ, કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાકિશોરની પૂછપરછ કરાઇ

મોરબીના માધાપરા શેરી નં- ૧૯ માં ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે ગાળો આપનાર શખ્સોને ગાળો આપવાની ના પાડતા ઉશ્કેરાઈ ગયેલા શખ્સો દ્વારા અન્ય ત્રણ શખ્સોને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને છ શખ્સો દ્વારા ગાળો આપીને ઝઘડો કરવામાં આવ્યો હતો ત્યારે તે છ પૈકીના એક શખ્સે તેની પાસે રહેલ પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યા હતા અને જાનથી મારી નાખવાની વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી જેની ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે

મોરબીના અંબિકા રોડ ઉપર ફટાકડા ફોડવા બાબતે માથાકૂટ થયેલ હતી અને ત્યારે ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી કરીને ત્યાં રહેતા પાલિકાના પુર્વ કર્મચારી સંગ્રામસિંહ જોરુભા જાડેજા જાતે દરબાર (ઉંમર ૬૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કિશન પ્રહલાદભાઈ કોળી રહે ત્રાજપર, તુલસી હસમુખભાઈ કોળી રહે. રાજનગર પંચાસર રોડ સહિત કુલ મળીને છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ હતી તેમાં જણાવ્યુ હતું કે, તા.૨૬ ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના અરસામાં કિસન તેમજ ત્યાં રહેતા આરોપીઓ ફટાકડા ફોડવા બાબતે ફરીયાદીના પૌત્ર અને દીકરાની પત્ની સાથે બોલાચાલી કરી હતી અને ગાળો આપી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારે ગાળો આપવાની ના કહેતા ત્રણેય આરોપીઓએ તેના સંબંધોને તેમના ઘરે બોલાવ્યા હતા થોડીવારમાં અન્ય ત્રણ શખ્સો ત્યાં આવ્યા હતા અને તે પૈકીના તુલસી હસમુખભાઈ કોળી નામના શખ્સે તેની પાસે રહેલ પિસ્તોલમાંથી મારી નાખવાના ઇરાદે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને વૃદ્ધને મુકો મારીને ઇજા કરી હતી ત્યારબાદ આરોપીઓ સ્થળ ઉપરથી પોતાના બાઈક લઈને નાસી ગયા હતા જોકે જતા સમયે આરોપીઓએ ફરિયાદીને એવી ધમકી આપી હતી કે આજે તો તું બચી ગયો છું હવે પછી ક્યાંક ભેગો થઈશ તો જાનથી મારી નાખીશ જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સો ની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરની પૂછપરછ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને હાલમાં આરોપી વિષ્ણુ ઉર્ફે કિશન પ્રહલાદભાઈ કોળી રહે. ત્રાજપર વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ ફાયરિંગ કરનારા તુલસી હસમુખભાઈ કોળી નામના શખ્સ સહિત ત્રણ આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ છે






Latest News