ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

હળવદમાં રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં સાસુ-જમાઈ સહિત ત્રણની ધરપકડ


SHARE











હળવદમાં રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના દાગીનાની ચોરી કરવાના ગુનામાં સાસુ-જમાઈ સહિત ત્રણની ધરપકડ

હળવદમાં રીક્ષામાં પેસેન્જર તરીકે સ્ત્રીને બેસાડી હતી અને તેના ગળામાં પહેરેલ ૫૦૦૦૦ ની કિંમતના  પાટીપારો નજર ચૂકવીને ચોરી લીધા હતા જેથી મહિલાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે રાજકોટના કુબલીયાપરામી નામચીન ગેંગના ત્રણ સભ્યોને મુદામાલના પાટીપારા સાથે કુલ રૂ.૧,૧૫,૦૦૦ ના મુદામાલ  સાથે ઝડપી લીધેલ છે

હળવદમાં મહિલા ઓટો રીક્ષામાં પેસેન્જરની જેમ બેઠી હતી ત્યારે તેના ગળામાં પહેરેલ સોનાનો પાટીપારો રીક્ષામાં બેઠેલ સ્ત્રીઓએ ચોરી કરી લીધા હતા જેથી કરીને મહિલાએ હળવદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને મોરબી જિલ્લા જિલ્લા એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ ચૌહાણની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો હતો ત્યારે ખાનગી બાતમીદારો મારફતે તપાસ કરી હતી અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર વિગેરે જગ્યાએથી માહીતી એકત્રીત કરવામાં આવી હતી અને એલ.સી.બી, પેરોલ ફર્લો સ્કવોડના સુરેશભાઇ હુબલ, ચંદુભાઇ કાણોતરા, નિરવભાઇ મકવાણા, દશરથસિંહ પરમાર, વિક્રમભાઇ ફુગસીયા એમ બધાને રાજકોટ કુબેલીયા પરામાં રહેતી પ્રભા ઉર્ફે બાડી તથા તેના સાગરીતોએ મળી આ ગુનાને અંજામ આપેલ છે. તેવી માહિતી સામે આવી હતી જેથી કરીને આ ગુનાને અંજામ આપનાર બે સ્ત્રી તથા રીક્ષા ચાલકને મોરબી નવા બસ સ્ટેન્ડ ખાતેથી હસ્તગત કરીને પૂછપરછ કરતાં ગુનાની કબૂલાત આપી હતી અને તેની પાસેથી રિક્ષા, મોબાઇલ અને ચોરી કરેલ દાગીના મળીને પોલીસે ,૧૫,૦૦૦ નો મુદામાલ કબજે કરીને આરોપીઓને હળવદ પોલીસને સોંપી અપેલ છે

હાલમાં જે આરોપીને પકડવામાં આવેલ છે તેમાં પ્રભાબેન ઉર્ફે બાડી કિશનભાઇ ઉર્ફે ઇશ્વરભાઇ સોલંકી જાતે દેવીપુજક (૫૨) રહે. કુબલીયાપરા, શેરી નં.-૫, રાજકોટ, જનાબેન ઉર્ફે મંજુબેન અજીતભાઇ સોલંકી જાતે દેવીપુજક (૫૦) હે. માનસરોવર શિતળા માતાજીના મંદિર પાસે ભાડાના મકાનમાં રાજકોટ અને અરવિંદ પોલાભાઇ કાંજીયા જાતે દેવીપૂજક (દાતણીયા) (૨૪) રહે. હાલ નવાગામ, મામાવાડી, ઠાકર મંદિરની બાજુમાં રાજકોટ મુળ ધાંધલપર તાલુકો ચોટીલા વાળાને પકડવામાં આવેલ છે વધુમાં પોલીસે જણાવ્યુ છે કે, વર્ષ ૨૦૧૮ માં પ્રભાબેન ઉર્ફે બાડી ચોરીના ગુના રાજકોટમાં પકડાયેલ છે તેમજ અરવિંદ પોલાભાઇ રાજકોટ શહેરના ભકિતનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુનામાં પકડાયેલ છે અને આ બંને આરોપીઓ બંધમાં સાસુ- જમાઇ થાય છે અને તે રીક્ષા લઇને શહેરી વિસ્તારમાં નિકળી છે અને એકલ-દોકલ અથવા વયોવૃધ્ધ સ્ત્રીઓને રીક્ષામાં પેસેન્જર તરીકે વચ્ચે બેસાડી રીક્ષા પુરઝડપથી ચલાવી પેસેન્જરના ગળામાં પહેરેલ સોનાના દાગીનાની ચોરી કરે છે






Latest News