ખેડૂતોના ખેતરમાં થાંભલા ઊભા થવાથી ખેડૂતો નહીં કંપની જ કમાવાની છે, વળતર પૂર કેમ નથી આપતા ?: મોરબીના જેતપર ગામેથી ઈશુદાન ગઢવીનો પ્રશ્નાર્થ મોરબીમાં શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા રવિવારે તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાશે મોરબીમાં ચાલતા જન કલ્યાણકારી વિકાસ કામોની મંત્રી ત્રિકમ છાંગા અને કાંતિભાઈ અમૃતિયાએ મુલાકાત લીધી મોરબીના નીચી માંડલ ગામે પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાના અધ્યક્ષસ્થાને જન કલ્યાણ શિબિર યોજાઈ મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા
Breaking news
Morbi Today

મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ પરિવારના બાળકોને આપી અવનવી ભેટ


SHARE











મોરબીના યંગ ઈન્ડિયા ગ્રુપે જરૂરિયાતમંદ પરિવારના બાળકોને આપી અવનવી ભેટ

મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ખાસ કરીને અનેક અભાવો વચ્ચે જીવતા સામાન્ય પરિવારના બાળકો સાથે દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગરીબ બાળકોને ફટાકડાની કીટ આપી સ્વાદિષ્ટ ભોજન કરાવીને દિવાળીની ઉજવણીનો સાચો મર્મ દિપાવ્યો હતો.

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દરેક તહેવારોની સર્વધર્મ સમભાવની જેમ ઉજવણી કરીને અભાવોથી વંચિત લોકોની જિંદગીમાં ઉમગનો રંગ ભરી દે છે. ત્યારે તેજોમય પ્રકાશ પર્વ દીપોત્સવીની આવી રીતે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દિલના દીવાઓ પ્રજલિત કરી આનંદ ના અજવાળાકરવાનો અવસર..આ અંગે તેમના શબ્દોમાં જોઈએ તો તેઓ કહે છે તમને ખબર છે કે તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી સમગ્ર વિશ્વમાં માત્ર દસ ટકાના નસીબમાં જ લખાયેલી છે, બાકીના નેવુ ટકા લોકો તમે જેવી જિંદગી જીવો છો એવી જિંદગી જીવવાનું સપનું જોતા હોય છે. ત્યારે દિલમાં માનવતા, ઉદારતા અને પ્રામાણિકતાનો દીવડો ઝગમગતો રાખીએ, સમગ્ર વિશ્વમાં આપોઆપ ઉજાસ ફેલાશે. દિવાળી અને નવું વર્ષ એ માત્ર કેલેન્ડર બદલવાની ઘટના નથી પણ એક નવી શરૂઆત કરવાનો અવસર છે. ઘર સાફ થઈ ગયાં પણ દિલનું શું? આ તહેવાર હળવાં થવાનો મોકો આપે છે. યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબીમાં જરૂરિયાતમંદ પરિવારના બાળકોને દિવાળી દિવસે ફટાકડાની કીટ તથા સ્વાદિષ્ટ હલવો અને લાડવા સાથે ભોજન જમાડીને દિવાળીની ઉજવણી કરી હતી 






Latest News