મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું


SHARE







મોરબીના માધાપરવાળી સોનાપુરી સ્મશાન ખાતે કાળી ચૌદસના દિવસે ભજીયા ખાઇને ગેરમાન્યતાઓનું ખંડન કરાયું

મોરબીના માધાપરા સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતવારા સમાજ નિર્મિત અને સતવારા સમાજ દ્વારા જ સંચાલિત સોનારુરી સ્મશાનગૃહ ખાતે કાળી ચૌદસના દિવસે ત્યાંના સંચાલકો દ્વારા તેમજ બહુચર ગ્રુપ અને મહાકાલ ગૃપ દ્વારા ભજીયા પ્રોગ્રામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને તેમ કરીને કાળી ચૌદસના દિવસે સ્મશાનમાં ન જવાય તેવા પ્રકારની જે ગેરમાન્યતાઓ પ્રવર્તે છે તેનું ગ્રુપ દ્વારા ખંડન કરવામાં આવ્યું હતું.આ ગ્રુપ દ્વારા કાળી ચૌદસના દિવસે સ્મશાન ખાતે ભજીયા બનાવીને ત્યાં ગ્રુપ દ્વારા ભજીયા આરોગવામાં આવ્યા હતા અને સમાજમાં પ્રવર્તી રહેલ ગેર માન્યતાઓને જાણકાર આપવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું. આ તકે સોનાપુરી સ્મશાન સમિતિના પ્રમુખ તેમજ પાલીકાના ચેરમેન હર્ષદભાઈ કણજારીયા, લાલજીભાઈ પરમાર (કાઉન્સિલર), મહાકાલ ગ્રુપના પ્રમુખ વસંતભાઈ પરમાર,.બહુચર ગ્રુપના પ્રમુખ રમેશભાઈ કંજારીયા તેમજ સોનાપુરી સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓ રાજુભાઈ કનજારિયા મોતીભાઈ પરમાર સહિતનાઓ હાજર રહ્યા હતા.






Latest News