મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં પાંજરાપોળના લાભર્થે ત્રણ જગ્યાએ ફડાકડાના સ્ટોલ: લોકોનો અભૂતપૂર્વક સહકાર


SHARE







મોરબીમાં પાંજરાપોળના લાભર્થે ત્રણ જગ્યાએ ફડાકડાના સ્ટોલ: લોકોનો અભૂતપૂર્વક સહકાર

દર વર્ષે દિવાળીના તહેવાર પર ફટાકડાનું ખૂબ જ વેચાણ થયુ હોય છે અને ફટાકડા ફોડીને લોકો ઉમંગ-ઉત્સાહ સાથે દિવાળીના તહેવારની ઉજવણી કરતા હોય છે. ત્યારે મોરબીના પાંજરાપોળ દ્વારા મોરબીના શનાળા રોડ, મહેન્દ્રનગર અને રવાપર ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ ઊભા કરવામાં આવેલ છે અને લોકો ત્યાંથી ફટકડાની ખરીદી કરીને દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે

ગાય માતાને સનાતન સંસ્કૃતિમાં કામધેનું કહેવામા આવે અને ગૌમાતાના આશીર્વાદથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે કેમ કે, ગાયમાં ૩૩ કરોડ દેવતાઓનો નિવાસ છે જેથી કરીને ગૌસેવા કરવા માટે સીધી કે આડકતરી રીતે મોરબીના ઉદ્યોગકારો અને ગૌપ્રેમીઓ દ્વારા સહકાર આપવામાં આવે જ છે અને ખાસ કરીને મકરસંક્રાંતિના તહેવારો મોરબીમાં પાંજરાપોળ દ્વારા જુદાજુદા સ્થળે સ્ટોલ રાખવામાં આવે છે તેના થકી પાંજરાપોળ માટે એક જ દિવસમાં લાખો રૂપિયાની આવક થાય છે ત્યારે પહેલી વખત દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મોરબી પાંજરાપોળ દ્વારા ફટાકડા પણ ગૌસેવાનું મધ્યમ બને તેના માટે મોરબીમાં શનાળા રોડ, રવાપર ચોકડી અને મહેન્દ્રનગર ચોકડી પાસે ફટાકડાના સ્ટોલ રાખવામા આવેલ છે અને લોકો દ્વારા ત્યાંથી ફટાકડાની ખરીદી કરીને ગૌસેવાના કામમાં સહકાર આપવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી પાંજરાપોળ ટ્રસ્ટના ઉપપ્રમુખ વેલજીભાઇ ઉઘરેજા (વેલજીભાઇ બોસ)એ જણાવ્યુ હતું કે, પહેલી વખત મોરબી પાંજરાપોળ દ્વારા ફટાકડાના સ્ટોલનું આયોજન કરવામા આવ્યું છે જેમાં લોકો તરફથી અભૂતપૂર્વક સહકાર મળેલ છે અને હજુ પણ આ સ્ટોલ ચાલુ છે ત્યારે લોકોને ગૌસેવાના કામમાં વધુને વધુ સહકાર આપવા માટે અપીલ કરેલ છે






Latest News