મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીમાં નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ-ક્રાંતિવિરોની પ્રતિમાનું કરાશે અનાવરણ : રેલીનું આયોજન


SHARE











મોરબીમાં નવા બસ સ્ટેશન સામે સરદાર વલ્લભભાઇ પટેલ-ક્રાંતિવિરોની પ્રતિમાનું કરાશે અનાવરણ : રેલીનું આયોજન

મોરબીના નવા બસ સ્ટેશન પાસે અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા મૂકવામાં આવી હતી તેની જગ્યાએ મોરબીના ‘સેવા એ જ સંપતિ’ ફાઉન્ડેશન દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની નવી પ્રતિમા મૂકવામાં આવી છે તેની સાથોસાથ ક્રાંતિવિરોની પ્રતિમા પણ મૂકવામાં આવી છે તેનું અનાવરણ આગામી તા ૩૦ ના રોજ કરવામાં આવશે અને ત્યારે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતો ડાયરો પણ યોજાશે.

દેશની સ્વતંત્રતા અને અખંડતા માટે જેને આજે પણ લોકો યાદ કરે છે તેવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલની મોરબીમાં શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન સામે ના ભાગમાં આવેલ સર્કલમાં અગાઉ પ્રતિમા મૂકવામાં આવી હતી જે જગ્યા ઉપર મોરબી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને ‘સેવા એજ સંપતિ’ ફાઉન્ડેશનના સંચાલક અજય લોરીયા દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની નવી પ્રતિમા અને ક્રાંતિવિરોની પ્રતિમા મૂકવામાં આવી છે તેના અનાવરણનો કાર્યક્ર્મ રાખવામા આવેલ છે અને આગામી તા.૩૦ ઓકટોબરના રોજ સાંજે ૪:૦૦ વાગ્યે મહારાણા પ્રતાપ સર્કલથી નવા બસ સ્ટેન્ડ સુધી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને રેલી પૂરી થયા પછી સાંજે ૫:૦૦ વાગ્યે સરદાર વલ્લભભાઇ પટેલ અને ક્રાંતિવિરોની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે ત્યાર બાદ રાતે ૯ કલાકે રવાપર ગામે આવેલ રામેશ્વર ફાર્મ ખાતે રાષ્ટ્રભક્તિને ઉજાગર કરતા લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કીર્તિદાન ગઢવી, ગીતા રબારી અને નિલેશ ગઢવી સહિતના કલાકારો દ્વારા જમાવટ કરવામાં આવશે જેથી આ બંને કાર્યક્રમ માટે મોરબીના લોકોને અજય લોરીયાએ જાહેર આમંત્રણ આપ્યું છે.






Latest News