વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતનો પાંચ દિવસીય સંભાષણ વર્ગ યોજાશે


SHARE







મોરબીમાં સંસ્કૃત ભારતી દ્વારા સૌરાષ્ટ્ર પ્રાંતનો પાંચ દિવસીય સંભાષણ વર્ગ યોજાશે

સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા નિવાસી વર્ગનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું છે. અને આગામી તા.૩૦ થી ૪ નવેમ્બર સુધી મોરબી નજીકના નવા સાદુળકા ગામ પાસે આવેલ સર્વોપરી સંકુલ ખાતે આ સંભાષણ વર્ગ યોજાશે. જેમાં ૧૫ થી ૫૫ વર્ષ સુધીના લોકો ભાગ લઈ શકશે અને તેના માટેની ફી ૩૦૦ રૂપિયા રાખવામા આવી છે અને મર્યાદિત સંખ્યામાં લોકોને બોલાવવાના છે માટે https://forms.gle/yaK9dxXscNQFT5ax5 લિંક ઉપર જઈને રજિસ્ટ્રેશન કરવી શકશે અને વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સંસ્કૃત ભારતીના આ વર્ગમાં સંસ્કૃત ભાષામાં જ સંસ્કૃત શિક્ષણ, અભિનય અને વિવિધ કાર્ડ દ્વારા સંસ્કૃત શિક્ષણ, ક્રીડા અને પ્રવૃત્તિ દ્વારા સંસ્કૃત શિક્ષણ, મનોરંજક સહ-અભ્યાસિક પ્રવૃતિઓ, વ્યક્તિત્વ વિકાસ અને સમૂહ શિક્ષણ, અનુભવી શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા, સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા ઉત્તમ આયોજન વગેરે માહિતી અપાશે. આ શિબિરા માટે તા. ૩૦ ના રોજ બપોર ૧૨ સુધીમાં વર્ગસ્થાન પર પહોંચવાનું રહેશે અને તા ૪ ના રોજ બપોરે ભોજન પછી વર્ગ પૂર્ણ થશે. અને ખાસ કરીને આ વર્ગ માટે બહેનોને રહેવાની અલગ વ્યવસ્થા રહેશે. અને વર્ગ સ્થાન પર મોબાઈલનો ઉપયોગ કરી શકશે નહીં અને આ વર્ગમાં વધુ પડતા રૂપિયા કે જોખમ વાળી વસ્તુ લાવવી નહીં. અને તેમની જવાબદારી સંપૂર્ણ પણે તમારી જ રહેશે. અને શિબિરમાં ઓઢવા-પાથરવાનું સાથે લઈને આવવાનું રહેશે અને વિશેષ માહિતી ડૉ.પંકજભાઈ ત્રિવેદી (૯૪૨૬૪ ૫૪૫૪૫) આપશે અને મોરબીના જનપદ સંયોજક કિશોરભાઈ (૯૮૨૫૭ ૪૧૮૬૮) કે મયુરભાઈ (૯૮૨૫૬૩૩૧૫૪) ઉપર સંપર્ક કરવાનો રહેશે.




Latest News