મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબીમાં રબારી પરિવારે ફટાકડા ફોડીને દીકરીના જન્મના પ્રેરણાત્મક વધામણા કર્યા


SHARE







મોરબીના શનાળા ગામે સોમવારે રંગીલા મામાદેવનો નવરંગો માંડવો યોજાશે

મોરબીના શનાળા ગામે આવેલ લીમડાવાળા મેલડી મંદિરના પાછળ ઉમિયાનગર સોસાયટીમાં શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા સોમવારના રોજ શ્રી રંગીલા મામાદેવનો નવરંગો માંડવો રાખવામા આવે લ્ચે જેનો લાભ લેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબીના શનાળા ગામે તા. ૧૭ ને સોમવારે સવારે ૯ વાગ્યે મામાદેવનું મહાપૂજન, સાંજે ૬ વાગ્યે ઉમિયાનગર શનાળા ખાતે મહાપ્રસાદ તેમજ રાત્રે ૯ વાગ્યે ડાક ડમરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર, રાવળદેવ ભાવેશભાઈ ગજ્જર તથા સાથી ગ્રુપ અને ચાંદલિયા વાળા મામાદેવના ભુવા યુવરાજસિંહ રાઠોડ તેમજ પંચના ભૂવાઓ ઉપસ્થિત રહેશે ધાર્મિક મહોત્સવનો લાભ લેવા ચાંદલિયા વાળા મામાદેવ મિત્ર મંડળ-મોરબી, શ્રી લીમડાવાળા મામાદેવ મિત્ર મંડળ-મોરબી અને શ્રી રંગીલા મામાદેવ મિત્ર મંડળ શકત શનાળા તેમજ પ્રવીણભાઈ બારોટનિમંત્રણ આપ્યું છે

મોરબીમાં રબારી પરિવારે ફટાકડા ફોડીને દીકરીના જન્મના પ્રેરણાત્મક વધામણા કર્યા

વર્તમાન સમયમાં ઘણી વખત દીકરીને સાપનો ભારો સમજીને તરછોડી દેવામાં આવે તે સહિતના બનાવો ઘણી વખત સામે આવતા હોય છે ત્યારે કેટલાક પરિવારો દ્વારા દીકરાના જન્મની ઉજવણી કરવામાં આવતી હોય છે આવી જ રીતે મોરબીના શકત શનાળા ગામના રહેવાસી રબારી જયેશભાઈ કાનાભાઈ કરોતરાએ તેના ઘરે દીકરીનો જન્મ થતાં આતિશબાજી કરીને દીકરીના જન્મને વધાવ્યો હતો ગત તા. ૧૧ ના રોજ જયેશભાઈ અને દક્ષાબેનના ઘરે દીકરી રૂપે લક્ષ્મીજીનું અવતરણ થયું છે ત્યારે કરોતરા પરિવારે દીકરીના જન્મને ઉજવણી કરીને વધાવ્યો છે






Latest News