મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ મોરબીના નારણકા ગામે પતિ અન્ય છોકરી સાથે ફોનમાં વાત કરતો હોવાની શંકા રાખીને મહિલાએ ફોન તોડી નાખ્યો અને બાદમાં કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પ્રેકટીકલ જ્ઞાન મેળવવા પહોચ્યા


SHARE







મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે પ્રેકટીકલ જ્ઞાન મેળવવા પહોચ્યા

 વૈશ્વિક જરુરિયાત મુજબ નાના શહેરમાંથી આવતા વિદ્યાર્થીઓને મેટ્રો શહેરથી પણ ચડિયાતું શિક્ષણ આપી ઘડતર કરવું મોરબી નીલકંઠ કોમર્સ સ્કૂલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. ત્યારે પુસ્તકના નોલેજની સાથે સાથે ૧૧-૧૨ કોમર્સના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ નોલેજ મળે, ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી સારા બિઝનેસમેન બની શકે અને  ભવિષ્યમાં સારી પ્રગતિ કરી શકે એ હેતુસર નીલકંઠ કોમર્સ સ્કૂલ  દ્વારા વિદ્યાર્થીઓને RK યુનિવર્સિટી- રાજકોટ તથા ગોપાલ નમકીન- રાજકોટની બીઝનેસ વિઝિટ કરાવવામાં આવી હતું ત્યારે RK યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ભવિષ્યમાં ધોરણ ૧૨ પછી કયા કોર્સમાં જઈ સારી નોકરીની અને બિઝનેસની તક મેળવવી તેના વિશે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ગોપાલ નમકીનના હોદ્દેદારો દ્વારા  વિદ્યાર્થીઓને સેલ્સ, ખરીદી, ફાઈનાન્સિયલ, પ્રોડક્શન વગેરે ડિપાર્ટમેન્ટની કાર્ય પધ્ધતિથી માહિતગાર કરાવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં સફળ બિઝનેસમેન કઈ રીતે બનવું તેના વિશે વિદ્યાર્થીઓને પ્રેરણા આપવામાં આવી હતી આ તકે નીલકંઠ કોમર્સ સ્કૂલના સંચાલક જીતુભાઈ વડસોલા સહિતના સંસ્થાના કર્મચારીઓ સાથે રહયા હતા






Latest News