મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ


SHARE







મોરબી, વાંકાનેર અને હળવદમાં બે કેન્દ્રિય મંત્રીની હાજરીમાં યોજાશે ગુજરાત ગૌરવ યાત્રા-સભાઓ

ગુજરાત ગૌરવ યાત્રા'નું સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ 'ગુજરાત ગૌરવ યાત્રા'નું પ્રસ્થાન દ્વારકાથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગઇકાલે પ્રારંભ કરાવ્યો હતો જે યાત્રા મોરબી જીલ્લામાં આવી રહી છે અને મોરબી, વાંકાનેર તેમજ હળવદમાં કેન્દ્રના બે મંત્રીની હાજરીમાં સભાઓ યોજવાની છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ હવે ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે ત્યારે રાજ્યમાં તમામ રાજકીય પક્ષો અલગ-અલગ રીતે મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ 'ગુજરાત ગૌરવ યાત્રા' શરૂ કરવી છે જે પડધરી તાલુકામાંથી મોરબી જીલ્લામાં આવશે અને ટંકારા, લજાઈ, વાંકાનેર, ઢુવા, મકનસર, લીલપર, રવાપર, મોરબી, મહેન્દ્રનગર, ચરાડવા અને હળવદ સુધી આ 'ગુજરાત ગૌરવ યાત્રા' જવાની છે ત્યારે આ યાત્રા માટે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા તેમજ મહામંત્રી જયુભાઈ જાડેજા સહિતની ટિમ દ્વારા જાહેમત ઉઠાવવામાં આવી રહી છે

મોરબી શહેરમાં 'ગુજરાત ગૌરવ યાત્રા' આવશે તેના ભવ્ય સ્વાગત માટે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા, મહામંત્રી ભાવેશભાઈ કંઝારીયા અને રિશીપભાઈ કૈલા સહિતની ટિમ જહેમત ઉઠાવી રહી છે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ કાલે મોરબીમાં રવાપર રોડ, ગાંધીચોક, નહેરૂ ગેઇટ ચોક થઈને યાત્રા સામાકાંઠે જવાની છે અને ત્યારે નહેરૂ ગેઇટ ચોકમાં કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયા અને પિયુષ ગોયેલ હાજર રહેવાના છે અને તેની હાજરીમાં મોરબી, વાંકાનેર અને હળવદમાં સભાઓ પણ યોજવાની છે જેમાં મોરબી ખાતે સાંજે ચાર વાગ્યે નહેરૂ ગેઇટ ચોકમાં સભા યોજાશે






Latest News