ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

વાંકાને૨માં લક્ષ્મીપરાથી કોલેજ સુધીના ભંગાર રસ્તાને રીપેર કરવા માટે સ્થાનિકોએ કરી રજૂઆત


SHARE







વાંકાને૨માં લક્ષ્મીપરાથી કોલેજ સુધીના ભંગાર રસ્તાને રીપેર કરવા માટે સ્થાનિકોએ કરી રજૂઆત

વાંકાનેર શહેરના લોકોને લક્ષ્મીપરાથી લઈને કોલેજ સુધી જવાનો રસ્તો માથાના દુખાવા સમાન છે અને છેલ્લા પાંચ વર્ષથી આ રોડ બીસ્માર હાલત છે જેથી કરીને લોકોના આરોગ્યને તેમજ તેઓના વાહનોને ભારે નુકશાન થઈ રહ્યું છે આ રોડ ઉપર હાલમાં કયાય ડામર કે સીમેન્ટનુ નામોનીશાન જોવા મળી રહ્યું નથી જેથી કરીને સતત ધૂળની ડમરીઓ ઊડતી હોય છે શહે૨નો આ મુખ્ય રસ્તો હોવાથી ત્યાંથી સરકારી વાહનો જેવા કે એસ.ટી. બસ, એમ્બયુલન્સ વિગેરે તેમજ શાળા અને કોલેજના વિદ્યાર્થીઓના વાહનોની અવર જવર વધારે રહેતી હોય છે આટલું જ નહીં કોર્ટ, પ્રાંત અધિકારીની કચેરી અને પોલીસ સ્ટેશને અવર જવર કરતાં વાહનો આ રોડેથી જ પસાર થતાં હોય છે તો પણ રોડને કેમ રીપેર કરવામાં આવતો નથી તે સૌથી મોટો સવાલ છે આ રસ્તો તાત્કાલીક ધોરણે રીપેર કરી યોગ્ય કરવામા નહી આવે તો ભવિષ્યમાં લોકોને તેમજ તેઓના વહોને વધુ નુકશાન થાય તેવી શકયતા છે માટે જે ઓથોરીટીની અન્ડરમા આ રોડ આવતો હોય આવતો હોય તેને તાત્કાલીક ધોરણે રોડ રીપેર થાય અને યોગ્ય થાય તેવી કામગીરી કરવા માટેની માંગ કરવામાં આવી છે






Latest News