ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

મોરબીમાં “તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેવું કહીને યુવાનને ધોકા વડે માર માર્યો


SHARE







મોરબીમાં તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેવું કહીને યુવાનને ધોકા વડે માર માર્યો

મોરબીમાં એલ.ઈ.કોલેજની બોયઝ હોસ્ટેલના કેમ્પસમા ન્યુ હીલ હોસ્ટેલની બાજુમા રહેતા યુવાનને તેની પત્ની સાથે છૂટાછેડા બાબતે કોર્ટમા કેસ ચાલી રહ્યો છે દરમ્યાન હોસ્ટેલના કેમ્પસમા સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવત શખ્સે તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે” તેવું કહીને ગાળો આપી હતી ત્યાર બાદ ઢીકાપાટુનો અને ધોકા વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં એલ.ઈ.કોલેજની બોયઝ હોસ્ટેલના કેમ્પસમા ન્યુ હીલ હોસ્ટેલની બાજુમા રહેતા ઘનશ્યામસિંહ સરદારસિંહ ઝાલા જાતે દરબાર (૪૪)એ મજબુતસિંહ દિલુભા રાઠોડ રહે. મયુર સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, એલ.ઈ.કોલેજ બોયઝ હોસ્ટેલના ગેટ પાસે તે હતા ત્યારે આરોપી તેની પાસે આવ્યો હતો અને તમારી પત્નીને છુટાછેડા માટે તમારે પૈસા આપવા પડશે તેમ કહી આરોપીએ ફરિયાદી યુવાનને ગાળો આપી હતી ત્યારે ગાળો આપવાની ના પાડતા આરોપી ઉશકેરાઇ ગયો હતો અને લાકડા ધોકાથી યુવાનને બંને પગમા તથા ડાબા ખંભાના ભાગે માર માર્યો હતો અને ઢીકાપાટુનો માર મારીને ઈજાઓ કરી હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને ત્યાર બાદ યુવાને મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇપીસી કલમ ૩૨૩૩૨૫૫૦૪ તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે 






Latest News