મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના વાડી વિસ્તારમાં કાલે મંત્રી અને સાંસદોની હાજરીમાં ભૂગર્ભ-પાણીના કામનું કરાશે ખાતમહુર્ત


SHARE







મોરબીના વાડી વિસ્તારમાં કાલે મંત્રી અને સાંસદોની હાજરીમાં ભૂગર્ભ-પાણીના કામનું કરાશે ખાતમહુર્ત

મોરબીના વાડી વિસ્તારમાં લોકોની સુવિધામાં વધારો કરવા માટે જુદાજુદા કામો મંજૂર કરવામાં આવેલ છે જેમાં ખાસ કરીને ભૂગર્ભ અને પાણીના કામનું રવિવારે મંત્રી અને સાંસદોની હાજરીમાં ખાતમહુર્ત કરવામાં આવશે

મોરબીમાં ૯મી ઓક્ટોબર-૨૦૨૨ ના રોજ સવારે ૮:૩૦ કલાકે બોરીયા પાટી, બજરંગ સર્કલ ખાતે નરગપાલિકા દ્વારા ખાર્તમુર્હૂતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અધ્યક્ષ સ્થાને સાંસદ મોહનભાઇ કુંડારિયા હાજર રહેશે અને તે ઉપરાંત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે 9.56 કરોડનું પાણીની યોજનાનુ ખાતમહુર્ત કરવામાં આસવ્હે તથા સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઇ ચાવડાના હસ્તે 38.5 કરોડની ભૂગભર ગટર યોજનના કામનું ખાતમહુર્ત કરવામાં આવશે ત્યારે સહકારી આગેવાન મગનભાઇ વડાવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા અને શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા સહિતના આગેવાનો હાજર રહેશે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચેરમેન સુરેશભાઇ દેસાઇ, દેવાભાઇ અવાડિયા, બ્રિજેશભાઇ કુંભારવાડીયા અને હનીફભાઇ મોવર સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે

મંત્રી કયા કયા હાજર રહેશે

આજે શનિવારે તા ૮ ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાકે બ્લુ ઝોન સિરામીક, પાવડીયારી ખાતે મ્યુઝીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત તા ૯ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે રોલા રાતડીયાની વાડી વોર્ડ નં.૧૧માં ખાતમુર્હૂત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. અને સવારે ૧૦:૦૦ કલાકે ખાખરેચી ખાતે સામાજિક કાર્યક્ર્મમાં ઉપસ્થિત રહેશે. સાંજે ૪:૩૦ કલાકે ક્લબ-૩૬, લજાઈ ખાતે સામાજિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.






Latest News