મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

માળીયા (મી)ની જખરીયા વાંઢમાં સંતાનને મૂકીને માવતરે જતી પરિણીતાને પતિ મૂકવા ન જતાં કર્યો આપઘાતનો પ્રયાસ


SHARE







માળીયા (મી)ની જખરીયા વાંઢમાં સંતાનને મૂકીને માવતરે જતી પરિણીતાને પતિ મૂકવા ન જતાં કર્યો આપઘાતનો પ્રયાસ

માળિયા મીંયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતી પરિણીતાના આઠ મહિનાના બાળકને ઘરે છોડીને માવતરે જવું હતું જેથી કરીને તેનો પતિ તેને મૂકવામાં માટે ગયા ન હતા અને પરિણીતાને લાગી આવતા તેને ઝેરી દવા પી લેતા સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી હાલમાં રાજકોટ સારવાર માટે લઈ જવામાં આવી છે

માળિયા મીંયાણાના જખરીયા વાંઢ વિસ્તારમાં રહેતી સબાનાબેન સિરાજભાઈ અનવરભાઈ જેડા નામની ૨૭ વર્ષીય મહિલા પંદર દિવસ પહેલા તેના ઘેર અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેણીને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી તેણીનો લગ્નગાળો પાંચ વર્ષનો હોવાનું જાણવા મળેલ છે. આ મહિલાને વધુ સારવાર માટે મોરબીથી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને જવામાં આવી છે ત્યારે પરિણીતાના પતિ સિરાજભાઈ અનવરભાઈ જેડા સાથે વાત કરતાં તેને જણાવ્યુ હતું કે તેની પત્નીને માવતરે જવું હતું અને તેના આઠ મહિનાના બાળકને તે સાથે લઈને જતી ન હતી જેથી કરીને તેઓ તેને માવતરે મૂકવા માટે ગયા ન હતા માટે લાગી આવતા તેને ઝેરી દવા પી લીધી હતી હાલમાં માળીયા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

છરી વડે હુમલો

વાંકાનેરના માટેલ ગામે સરકારી શાળા પાસે વિક્રમ દિનેશભાઇ વીંજવાડીયા (૧૮) નામના યુવાન સાથે પાંચાભાઈ અને વિક્રમભાઈએ ઝઘડો કર્યો હતો અને તેના ઉપર છરી વડે હુમલો કર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને રાજકોટ સારવારમાં ખસેડવામાં આવેલ છે અને હાલમાં રાજકોટ મારફતે આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

હાથ મશીનમાં આવી જતા સારવારમાં

મોરબીના લીલાપર ગામે આવેલ સોહમ પેપર મીલમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા સુરવીર ભરતસિંહ નામના ૪૫ વર્ષના યુવાનનો હાથ કામ દરમિયાન મશીનમાં આવી જતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના નાની વાવડી ગામે રહેતા ભરતભાઈ જલાભાઇ ગઢવી નામના ૩૦ વર્ષના યુવાનને મોરબી માધાપરા શેરી નંબર-૬ ખાતે મારામારીના બનાવમાં ઇજાઓ તથા સીવીલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

સાપકડા મારામારી

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સાપકડા ગામે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પિતા પુત્રને ઇજા થતા સારવારમાં મોરબી સિવિલે લાવવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે સાપકડા ગામે થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલા દિલીપભાઈ વાઘજીભાઈ સાણંદીયા જાતે સરાણીયા નામના ૫૦ વર્ષીય આધેડ તથા તેમના પુત્ર જયંતિ દિલીપભાઈ સાણંદિયા (૩૫) ને ઇજાઓ થવાથી મોરબી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News