મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીની સંકલ્પ નવરાત્રીમાં મેગા ફાઇનલ યોજાયો: ખૈલૈયાઓ મન મુકીને ઝૂમ્યા


SHARE







મોરબીની સંકલ્પ નવરાત્રીમાં મેગા ફાઇનલ યોજાયો: ખૈલૈયાઓ મન મુકીને ઝૂમ્યા

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું તેના છેલ્લા દિવસે મેગા ફાઇનલ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન મુકીને રાસ ગરબે ઘૂમયા હતા અને મેગા ફાનલના વિજેતાઓને સોનાની વસ્તુઓ સહિતના ઇનામો આપવામાં આવ્યા હતા

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંકલ્પ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દિવસના વિજેતા ખેલૈયાઓનો મેગા ફાઇનલ રાઉન્ડ યોજયો હતો. જેમાં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ રાસ ગરબે ઘૂમયા હતા અને વિજેતા થયેલા ખેલૈયાઓમાં પ્રિન્સ પાર્થ પાટડીયા, પ્રિન્સેસ છાયા આહીર, લીટલ પ્રિન્સ બોપલીયા ભવ્ય, લિટલ પ્રિન્સેસ વિશ્વા કવૈયાને સોનાની વસ્તુઓ તેમજ લાખેણા ઇનામો આપવામાં આવ્યા હતા. આ તકે પાટીદાર નવરાત્રી મહોત્સવના આયોજક અજય લોરીયા અને તેમની ટીમ હાજર રહી હતી ત્યાર બાદ અજય લોરિયાએ યંગ ઇન્ડિયા ગ્રુપની સેવા પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને પાટીદાર નવરાત્રી તરફથી ૧.૧૧ લાખનું અનુદાન આપ્યું હતું તે ઉપરાંત ગણેશ મંડપ સર્વિસ વાળા પાટીદાર અગ્રણી અરવિંદભાઈ બારૈયા, મોરબી પાલિકા માજી પ્રમુખ કેતન વિલપરા અને ટિકટોક સ્ટાર ઓમ બારૈયા સહિતના હાજર રહ્યા હતા છેલ્લે દેવેનભાઈએ જણાવ્યું હતું કે, સંકલ્પ નવરાત્રી મહોત્સવમાં દરેક સમાજની બહેનોને વિનામૂલ્યે એન્ટ્રી આપવામાં આવી હતી અને એકદમ સુરક્ષિત વાતાવરણમાં હજારો બહેનો રાસ ગરબે ઘૂમી હતી અને આ આયોજનને સફળ બનાવવા માટે સહકાર આપનાર તમામનો યંગ ઇન્ડિયા ગ્રુપ વતી આયોજકે આભાર વ્યક્ત કર્યો હતો






Latest News