મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંકાનેર શહેર અને તાલુકમાં વીજ શોર્ટ લાગતા બે વ્યક્તિના મોત


SHARE











વાંકાનેર શહેર અને તાલુકમાં વીજ શોર્ટ લાગતા બે વ્યક્તિના મોત

વાંકાનેર નજીક આવેલ હસનપર ગામે પોતાના ઘરની અગાસી ઉપર નીણ (સૂકું ઘાસ) લેવા માટે ગયેલ યુવાન ઈલેક્ટ્રીક વાયરને અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નીપજયું હતું આવી જ રીતે દીધલિયા ગામે વાડીએ વ્વિ સોર્ટ  લગતા વૃદ્ધનું મોત નીપજયું હતું જે બંને બનાવની વાંકાનેર સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બંન્ને બનાવનો નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર સીટી નજીક આવેલ હસનપર ગામમાં રહેતા કિશનભાઇ માલાભાઈ બાંભવા જાતે ભરવાડ (ઉંમર ૧૮) પોતાના ઘરે હતા ત્યારે પોતાના ઘરની અગાસી ઉપર નિણ (સૂકો ઘાસ) લેવા માટે ગયો હતો ત્યારે ત્યાં થાંભલાના ઇલેક્ટ્રીક વાયરને અડી જતા તેને શોર્ટ લાગ્યો હતો અને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પોપટભાઈ ભાયાભાઈ બાંભવા વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

આવી જ રીતે વાંકાનેર તાલુકાના દીધલિયા ગામે રહેતા હમીરભાઈ દેવશીભાઈ પરમાર (ઉંમર ૬૫) ને વાડીએ ઇલેક્ટ્રીક સોટ લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

હાર્ટ એટેકથી મોત

ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે રહેતા ઈસ્માઈલભાઈ જુસાભાઈ સંધિ (ઉંમર ૬૦) પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ અટેક આવી જતા તેને સારવાર માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News