હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુને જમાઈએ લાકડી વડે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE











મોરબીમાં સાસુને જમાઈએ લાકડી વડે માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી

મોરબીના વીસીપરામાં આવેલ ગુજરાત સોસાયટીમાં રહેતા યુવાનની પત્ની તેના સાસુના ઘરે રહેતી હોય રોષે ભરાયેલ જમાઈ વીસીપરામાં જ આવેલ આંબેડકર કોલોનીમાં સાસુના ઘરે પહોચ્યો હતો અને “તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે” તેવું કહીને સાસુની સાથે બોલાચાલી કરી હતી અને બાદમાં લાકડીથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં સાસુએ તેના જમાઈની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ટંકારા તાલુકાનાં છતરના રહેવાસી અને હાલ મોરબી વીશીપરા આંબેડકર કોલોની શેરી નં-૧૨ માં પ્રવિણભાઇ મકવાણાના મકાનમા ભાડે રહેતા પ્રભાબેન રમેશભાઇ સારેસા જાતે અનુ.જાતી (૪૫)એ તેના જમાઈ વસંતભાઇ દાનાભાઇ રાઠોડ રહે મૂળ મોટા દહીસરા માળીયા(મી) હાલ રહે વીશીપરા ગુજરાત સોસાયટી મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી છેલ્લા ત્રણેક માસથી તેના પતિથી જુદી રહેવા જતી રહેલ છે અને એકાદ માસથી તે તેઓની સાથે રહેવા આવેલ છે માટે તેના જમાઈએ તેના ઘેર જઇને કહેલ કે “તમારે તમારી દિકરીને ક્યારે મોકલવાની છે” જેથી ફરિયાદી મહિલાએ કહ્યું હતું કે, “તમારા ઘરના બે વડીલોને લાવો અમે વાત ચીત કરી મોકલી દઇશુ” જેથી રોષે ભરાઈને જમાઈએ ગાળો બોલીને પોતાની પાસે રહેલ લાકડી વડે સાસુને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ સાસુએ હાલમાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪,૫૦૬(૨)તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News