મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના સોની વેપારીએ શારરિક તકલીફ-ધંધો નબળો પડતાં કર્યો આપઘાત


SHARE







મોરબીના સોની વેપારીએ શારરિક તકલીફ-ધંધો નબળો પડતાં કર્યો આપઘાત

મોરબીના ભવાની ચોક પાસે આવેલ વિશ્વકર્મા મંદિરની બાજુમાં રહેતા સોની વેપારી યુવામનનો ધંધો નબળો ચાલતો હોય તેમજ શારીરિક તકલીફ હોવાના કારણે તેણે કંટાળી જઈને મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો જેથી તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવવાની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના ભવાની ચોકમાં આવેલ વિશ્વકર્મા મંદિર પાસે રહેતા સોની વેપારી જયેશભાઈ છગનભાઈ રાણપરા જાતે સોની (ઉંમર ૪૪) મોરબી નજીકના મચ્છુ બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના ભાઈ કેતનભાઇ છગનભાઈ રાણપરા (ઉંમર ૪૨) રહે. ભવાની ચોક વિશ્વકર્મા મંદિર વાળાએ જાણ કરી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે મૃતક યુવાનને બીપીની તકલીફ હતી તેમજ બંને પગના ગોળામાં તકલીફ હતી તેની સાથોસાથ ધંધો પણ નબળો હોવાથી કંટાળી જઈને તેઓએ મચ્છુ-બે ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનું મૃતકના પરિવારજનો પાસેથી પોલીસને જાણવા મળ્યું છે જેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News