મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરતા હોવાની શંકા આધારે સમજાવવા ગયેલા યુવાન સહિત ત્રણને મારમાર્યો: સામસામે ફરિયાદ


SHARE













માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે મહિલાનો પીછો કરતા હોવાની શંકા આધારે સમજાવવા ગયેલા યુવાન સહિત ત્રણને મારમાર્યો: સામસામે ફરિયાદ

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા યુવાનના ભાભીનો પીછો કરતા હોવાની શંકા રાખીને એક શખ્સને સમજાવવા માટે થઈને ત્રણ વ્યક્તિઓ ગયા હતા ત્યારે તેને પાઇપ અને પથ્થર વડે માર માર્યો હતો અને બાદમાં બંને પક્ષેથી મારામારી થયેલ હોય ઇજાગ્રસ્તોને સારવારમાં લઈને ગયા હતા ત્યાર બાદ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે જેથી પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા જયંતીભાઈ સોમાભાઈ ઉપાસરીયા જાતે કોળી (ઉમર ૩૫) એ માળિયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મનીષ મનસુખભાઈ ધોરકડિયા, સંજયભાઈ બીજલભાઇ સાકરીયા અને રમેશભાઈ વીરજીભાઈ ધોરકડીયાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના ભાભીનો આરોપી મનીષ પીછો કરતો હોવાની તેઓને શંકા હતી જેથી તે બાબતે તેને સમજાવવા માટે થઈને ગયા હતા અને ત્યારે આરોપીએ તેની સાથે જપાજપી કરી હતી અને ત્યારે ફરિયાદી જયંતીભાઈ તેમજ કાંતિભાઈ અને અશોકભાઈને છૂટા પથ્થરના ઘા મારીને ઇજા કરી હતી તેમજ જયંતીભાઈને પાઇપ વડે માર માર્યો હતો જેથી ઈજા પામેલા જયંતીભાઈ અને કાંતિભાઈને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ જયંતીભાઈએ હાલમાં ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

તો સામા પક્ષેથી મારામારીના આ બનાવમાં મનીષભાઈ મનસુખભાઈ ધોરકડિયા (૨૪) એ હાલમાં જયંતીભાઈ સોમાભાઈ, અશોકભાઈ સોમાભાઈ અને કાંતિભાઈ ઉપાસરીયાની સામે હાલમાં ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓને તેના ભાભીની છોકરીનો પીછો કરે છે તેવી શંકા હતી જેથી તેને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને તેમજ સાહેદોને લાકડી વડે માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા મનીષભાઈ સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ મનીષભાઈએ માળીયા મિયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News