મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં દશેરાના દિવસે ભૂદેવો કરશે શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન


SHARE







મોરબીમાં દશેરાના દિવસે ભૂદેવો કરશે શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ અને મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આગામી દશેરાના દિવસે શસ્ત્ર અને શાસ્ત્ર પુજનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભૂદેવોને હાજર રહેવા માટે આયોજકોએ જણાવ્યુ છે

મોરબી સમસ્ત બ્રહ્મસમાજના પ્રમુખ કિશોરભાઈ શુક્લ તથા મહામંત્રી કેયુરભાઈ પંડ્યા અને અમૂલભાઇ જોષી અને પરશુરામ યુવા ગૃપના પ્રમુખ રોહિતભાઈ પંડ્યા તથા મહામંત્રી ધ્વનિતભાઈ દવે તેમજ કમલભાઈ દવેએ જણાવ્યુ છે કે, આગામી દશેરાનાં દિવસે તા. ૫-૧૦ ને બુધવારનાં રોજ સમય સવારે ૧૧ કલાકે મોરબીના વઘાપરામાં આવેલ ગાયત્રી મંદિર ખાતે શાસ્ત્રી અમિતભાઈ પંડ્યા દ્વારા શસ્ત્ર અને શાસ્ત્રનું પુજન કરાવામાં આવશે જેથી તમામ ભૂદેવોએ બહોળી સંખ્યામાં શસ્ત્ર અને શાસ્ત્ર પુજનમાં હાજરી આપવામાં આયોજકોએ જણાવ્યુ છે




Latest News